તળાવમાં ડૂબી જતાં બે સખીનાં મોત : બનાવથી ગામમાં અરેરાટી

અમરેલી,તા.૩૦
લાઠી તાલુકાના કાચરડી ગામે ગઈકાલે સાંજે તળાવે રમતા રમતા પડી ગયેલ સહેલીને પાણીમાં ડૂબતા જોઈ બીજી સખી બચાવા જતા બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા નાના એવા ગામમા અરેરાટી મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર લાઠી તાલુકાના કાચરડી ગામે રહેતી ખુશી લાલજીભાઈ વઢેળ જાતે રાજપૂત (ઉ.વ.૧૩) તેમજ તેની સહેલી રીટા હિમ્મતભાઈ શેખલીયા (ઉ.વ.૧૨) જાતે પટેલ તેમજ અન્ય સગીર યુવતીઓ ગઈકાલે રવિવારે મોળા વ્રત હોવાથી તળાવે ફરવા ગયેલ અને રમતા રમતા ખુશીનો પગ લપસી જતા તળાવમાં પડી ગયેલ અને તેને બચાવા તેની સહેલી રીટા હિમ્મતભાઈએ છલાંગ લગાવી દીધેલ હતી અને બંને સહેલીઓના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તળાવે ફરવા આવેલ બંને જીગરજાન સહેલીઓના મોત થતા નાના એવા કાચરડી ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. બંનેના સાથે મોતથી ગામના લોકોમાં પણ અશ્રુઓનો દરિયો વહેલ હતો. આ અંગે દામનગર પોલીસમાં લાલજી મોહનભાઇ વઢેળ (ઉ.વ.૩૮) રહે કાચરડી તા.લાઠી વાળાએ દામનગર પોલીસમાં જાહેર કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks