
રહેમત-મગફેરત, નજાત માટેનો પવિત્રત્તમ મહિનો રમઝાન તેના પ્રથમ અશ્રહના સમાપન દોરમાં આગળ વધી રહ્યો છે અને સમસ્ત વિશ્વ રમઝાનમય બની ચૂક્યું છે. પ્રથમ તસવીર જર્મનીના ફ્રેન્કફર્ટની છે. જ્યાં પેડેસ્ટ્રીયન ઝોન રોશનીથી ઝળહળી રહ્યો છે અને એમાંયે ‘હેપ્પી રમઝાન’નું ચમકતું બોર્ડ ખાસ ધ્યાન ખેંચે છે જ્યારે બીજી તસવીર દુબઈની છે જેમાં રોઝા ઈફતારના સમયે બુર્જખલીફાની સામે એક પોલીસ અધિકારી તોપની સલામી આપીને રોજેદારોને સંકેત આપી રહ્યો છે કે ઈફતારીનો સમય થઈ ગયો છે.
Facebook
0
Twitter
0