તસ્કરીથી નાવ દ્વારા યુરોપમાં જતા ગેરકાયદેસર પ્રવાસીઓની નાવ લીબિયાના દરિયા કાંઠે ઊંધી વળતાં ૯૦નાં મોતની આશંકા, મોટાભાગના પાકિસ્તાની : યુએન

(એજન્સી) ત્રિપોલી, તા.ર
શુક્રવારે લીબિયાના દરિયાકાંઠે નાવમાં તસ્કરીથી ગેરકાયદેસર સ્થળાંતર કરી રહેલા ૯૦ લોકોનાં નાવ ઉંધી વળી જતાં ડૂબી જવાથી મોત થયા હતા. જેમાંના મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા. તેમ યુનોની માઈગ્રેશન એજન્સીએ માહિતી આપી હતી. ૧૦ જેટલા મૃતદેહો લીબિયાના બંદર ઝૂવેશના તટે તણાઈ આવ્યા હતા. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના પ્રવકતા ઓલિયા હેડને કહ્યું કે મૃતકના મૃતદેહોમાં ૮ પાકિસ્તાની નાગરિકો છે. જ્યારે બે લીબિયાના છે. બે લોકો તરીને બહાર આવી ગયા હતા. એકને ફિશિંગ બોટે બચાવ્યો હતો. આ અંગે યુનોની સંસ્થા દ્વારા વધુ માહિતી મેળવાઈ રહી છે. હેડને કહ્યું કે બોટે સમતોલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. ભૂમધ્યસાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર દાખલ થનાર મોટાભાગના લીબિયા અને પાકિસ્તાનના નાગરિકો હોય છે. હેડનના કહેવા મુજબ મૃતકોની સંખ્યા ૯૦ છે. ઝુબારા શહેર પાસે ટયુનિશિયાની સરહદ લાગે છે. ઝુબારા શહેર બંદરગાહ રસ્તો યુરોપમાં પ્રવેશવા માટે પ્રાઈમ લોકેશન મનાય છે. ૪ વર્ષમાં લગભગ ૬ લાખ માઈગ્રેટસ ઈટાલી અને યુરોપમાં દાખલ થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks