તાજિયા જુલૂસને લઈ થયેલ અથડામણ બાદ કાનપુર-બલિયામાં પરિસ્થિતિ નિયંત્રણમાં

(એજન્સી) કાનપુર, તા.ર
ઉત્તરપ્રદેશમાં કાનપુર અને બલિયામાં મોહર્રમના અવસરે જુલૂસ દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ હવે હાલાત નિયંત્રણમાં છે. કાનપુરમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાને લઈ ૧ર લોકોની અટકાયત કરવામાં આવી છે ત્યાં જ ગુજરાતના વડોદરામાં પણ મોહર્રમના અવસરે જુલૂસ દરમિયાન હિંસા અને પથ્થરમારામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ત્રણેય જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. આની પહેલાં કાનપુર સ્થિત જુહી ક્ષેત્રના પરમપૂર્વમાં જુલૂસનો રૂટ બદલવાને લઈ બે પક્ષો વચ્ચે ખૂબ જ હોબાળો થયો હતો. આ દરમિયાન ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો અને કેટલાંક વાહનોને આગ ચાંપી હતી. બન્ને સમુદાયના આશરે અડધા ડઝન લોકો હિંસક અથડામણમાં ઘાયલ થયા હતા. ત્યાં જ બે કાર અને ચાર બાઈકને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ભીડને હટાવવા માટે લાકડીઓ અને ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks