તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન કરતાં કામરેજના ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
સુરતના સરથાણા વિસ્તારમાં રાત્રિના સમયે તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન કરતા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાના પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સ્થાનિકોએ ધારાસભ્યના પુત્રને રેતી ખનન કરતાં અટકાવતાં તેણે ધમકી આપતા સ્થાનિકોએની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ધારાસભ્યના પુત્ર અને તેના મિત્ર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતની અને સરથાણા શ્યામધામ મંદિર પાસે શિવપ્લાઝા બિલ્ડીંગની સામે ખોડિયાર કૃપા સોસાયટીમાં રહેતા અલ્પેશ બાબુભાઈ ડોંડા ર્કાટિંગનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ઘર પાસેથી રાત્રિના સમયે રેતીખનન થતું હતું. દરમિયાન ૧૨મીના રોજ રાત્રિના સમયે કામરેજ વિધાનસભા ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદ અને તેનો મિત્ર શૈલેષ મેર રેતી કાઢતા હતાં. અલ્પેશ ડોંડાએ તેને અટકાવીને રેતીખનન ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું. જેથી શરદ અને શૈલેષે તેને ધમકી આપી હતી. શરદે પોતાને ધારાસભ્ય પિતા વી.ડી. ઝાલાવાડીયાની ઓળખાણ આપી કહ્યું હતું કે મારા પિતા ધારાસભ્ય છે. જેમ ચાલે છે તેમ ચાલવા દો તેમ દખલગીરી કરશો નહીં તેમ કહી બબાલ કરી હતી. આ બબાલ બાદ બીજા દિવસે શૈલેષ અને શરદે મોબાઈલ પર ધમકી આપી હતી. શૈલેષ મેરે વધુ ધમકી આપતાં કહ્યું કે મારા ઉપર વીસ જેટલા કેસ છે. તું તારા પરિવારને લઈ સુરતમાંથી નીકળી જા કહી ધમકીઓ આપી હતી. અલ્પેશે કલેક્ટર ઓફિસરમાં ફરિયાદ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks