મૃતકના પરિવારોની માગણી છે કે ગુનેગારોને કડક સજા કરવામાં આવે
(એજન્સી) તા.૩૧
૨૨, જુલાઇએ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તામિલનાડુના વકાઇકુલમ ગામમાં રહેતાં ૭૫ વર્ષના ખેડૂત અનાઇકરાઇ મુથ્થુના ઘરે કડાયમ ફોરેસ્ટ અધિકારીઓ ત્રાટક્યાં હતાં. તેઓ અન્નાકરાઇ મુથુને ધરપકડના મેમો વગર ઉઠાવી ગયાં હતાં અને સિવાસાયલમ ફોરેસ્ટ ઓફિસ ખાતે તેના પર ટોર્ચર કરવામાં આવ્યું હતું. બે કલાક પછી તેમના પરિવારને એવા સમાચાર મળ્યાં હતાં કે તેઓ મૃત્યુ પામ્યાં છે. આ કેસની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ઇરાદાપૂર્વક ભીનું સંકેલવાના પ્રયાસની ગંધ આવે છે. અમ્બા સમુદ્રમના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે પોલીસ સાથે મળીને ફોરેસ્ટ ડિવિઝનને એક ગરીબના અધિકારો અને ગૌરવના ગુનાહિત અને અનૈતિક ઉલ્લંઘનના પરિણામોમાંથી સફળતાપૂર્વક છટકી જવા માટે પાછળથી મદદ કરી હતી. અન્નાકરાઇ મુથુ પલાર સમુદાયમાંથી આવે છે કે જે અનુસૂચિત જાતિની પેટા કેટેગરી છે અને મુખ્ય વ્યવસાય કૃષિ હોય છે. તે કડાયમ ફોરેસ્ટ રેંજના વિસ્તારમાં ત્રણ એકરનો જમીન પટ્ટો ધરાવતાં હતાં. અહીં આ જમીન પર મગફળી અને રીંગણ જેવા પાક લેવામાં આવતાં હતા. ૨૨, જુલાઇએ કડાયમ ઓફિસને એવી અનામી બાતમી મળી હતી કે મુથુ પોતાના ખેતર ફરતે ઊભી કરેલી વાડમાં વીજળી માટે વીજ ચોરી કરે છે. આથી ફોરેસ્ટ અધિકારીઓ તેને ઉઠાવી ગયાં હતાં અને ફોરેસ્ટ વિભાગની કસ્ટડીમાં તેને પાશવી માર મારવામાં આવ્યો હતો. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે મુથુના શરીર પર ૮ વિશિષ્ટ પ્રકારની ઇજાઓ જોવા મળી હતી. ત્યારબાદ પોલીસ તેને કડાયામ હોસ્પિટલ લઇ ગઇ હતી જ્યાં ડોક્ટરોએ તેનકાસી લઇ જવા જણાવ્યું હતું. તેનકાસી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં તેને લઇ જવાયો ત્યારે મુથુને મૃત જાહેર કરાયાં હતા. મુથુના પરિવારજનોની માગણી છે કે અપરાધીઓને કડક શિક્ષા કરવામાં આવે. મૃતકના પુત્ર એ નટરાજને જણાવ્યું હતું કે ટોર્ચરને કારણે તેનું મૃત્યુ થયું હતું. અમારી માગણી છે કે તેને હત્યાનો કેસ ગણવામાં આવે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઇએ. તામિલનાડુના મુખ્ય પ્રધાને મૃતક મુથુના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને ૧૦ લાખનું વળતર આપવાની ઓફર કરી છે. મુથુની ૨૯ વર્ષની પુત્રી વાસંતીએ જણાવ્યું હતું કેે અમારી માગણી ન્યાય માટે છે અને વળતર તેનો વિકલ્પ બની શકે નહીં.