તામિલનાડુમાં ૪ કિલો સોનું ,૧૦૦૦૦ કપડાં અને ૮ હજાર પુસ્તકો સરકારે જયલલિતાની પ્રોપર્ટી કબજામાં લીધી

 

(એજન્સી) તા.૩૦
તામિલનાડુ સરકાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકે પ્રમુખ સ્વર્ગવાસી જે. જયલલિતાની પ્રોપર્ટી તરીકે લગભગ ૪ કિલો ંગ્રામ સોનું, ૬૧૦ કીલો ચાંદી, ૮૩૭૬ પુસ્તકો, ૩૮ એરકંડીશનર અને ૧૦,૪૩૮ ડ્રેસ મટીરિયલ્સ તેમના પોએસ ગાર્ડન રહેવાસથી કબજામાં લેવામાં આવ્યા છે.
વેદા નિલયમને સ્મારક બનાવશે સરકાર
વેદા નિલયમને સ્મારક બનાવવા જઈ રહી છે. આ ઘરને મૂળ રીતે જયલલિતાની માતાએ ખરીધ્યું હતું. જયલલિતાની પાસે પોએસ ગાર્ડવાળા ઘરમાંથી લેવામાં આવેલી વસ્તુઓને આ મેમોરિયલમાં પ્રદર્શન તરીકે રાખવામાં આવશે. સોનું, ચાંદી, પુસ્તકો અને કપડાં ઉપરાંત, જયલલિતાના ઘરમાંથી ૧૧ ટેલિવિઝન, ૧૦ રેફ્રિજરેટર, ર૯ ટેલિફોન અને મોબાઈલ ફોન, ૩૯૪ સ્મૃતિ ચિન્હ, ૬પ શૂટકેસ અને ૧૦૮ કોસ્મેટીક આઈટમ અને છ ઘડિયાળ પણ કબજામાં લેવામાં આવી છે. તામિલનાડુ સરકારના આ અધિગ્રહણનો જયલલિતાના ભત્રીજા દિપક, ભત્રીજી દીપાએ વિરોધ કર્યો છે. ગત મહિને તામિલનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોહિતે જયલલિતાના ઘરને મ્યુઝિયમમાં બદલવા માટેે કામચલાઉ ધોરણે કબજો લેવાનું કાર્ય શરૂ કર્યું છે. રાજયપાલના વટહુકમ હેઠળ મુખ્યમંત્રી કે. પલાનીસામીની સ્થાપના કરવામાં આવશે, જેમાં ઉપપ્રમુખ મંત્રીઓ પન્નીરસેલ્વમ અને અન્ય લોકો સભ્ય તરીકે સામેલ થશે. રાજય સરકારી વેદા નિલયમને મેળવવા માટે રપ જુલાઈએ સિવિલ કોર્ટમાં ૬૭.૯ કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ રકમમાંથી ૩૬.૯ કરોડ રૂપિયાની ચુકવણી આઈટી અને વેલ્થ ટેકસ બાકી રકમ માટે કરવામાં આવશે અને બાકી રકમ જયલલિતાના કાયદાકીય ઉત્તરાધિકારીઓને આપી શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts