તા.૩૧ની ઉજવણી કરનારા ઉપર પોલીસ સીસીટીવીથી નજર રાખશે

અમદાવાદ,તા. ૩૦
નવા વર્ષની ઉજવણીને લઇને યુવા પેઢી તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમરકસી લીધી છે. તમામ જગ્યાઓએ પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શહેર પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, દારૂના નશામાં કોઇ ચેડા ન થાય તે માટે પણ જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે. આ વખતે નવા વર્ષની પાર્ટી માટે અનેક અરજીઓ આવી હતી જે કેટલીક અરજીઓ મંજુર કરાઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે પણ વિવિધ પગલા લેવાયા છે. સીસીટીવીની વ્યવસ્થા પણ કરાઈ છે. નવા વર્ષની ઉજવણી નિમિત્તે જનમેદની જુદા જુદા વિસ્તારમાં ઉમટી પડે છે. સોલા, વસ્ત્રાપુર, સરખેજ, સેટેલાઇટ, આનંદનગર દ્વારા વિશેષ પગલા લેવામાં આવ્યા છે. ૧૨ વાગ્યા સુધી ઉજવણી કરવાની મંજુરી આપવામાં આવી છે. આનો મતલબ એ થયો કે ૧૨ વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની કોઇને પણ તક આપવામાં આવશે નહીં. વ્યવસ્થાના ભાગરુપે એસીપી, પીઆઈ, પીએસઆઈ, સેંકડો પોલીસ જવાનો, પીસીઆર વાહનો, ક્વિક રિસ્પોન્સ ટીમો પેટ્રોલિંગમાં રહેશે. સેંકડો હોમગાર્ડ, મહિલા પોલીસની ટુકડી પણ તૈનાત રહેશે. સીજી રોડ અને એસજી હાઈવે પર મુખ્યરીતે આયોજન કરવામાં આવે છે. હાઈવે ઉપર આવેલી ક્લબોમાં પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા હોય છે. સીસીટીવીની ગોઠવણી કરવામાં આવી છે. દરેક જગ્યા પર ચેકિંગની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. ફાર્મહાઉસ, હોટલોમાં તપાસ ચાલી રહી છે. પોલીસ તંત્ર સંપૂર્ણ પણે સાવધાન છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks