તુર્કી અમેરિકી કુળની અગ્રણી મહિલા કાર્યકરની હત્યાની સ્વતંત્ર તપાસ માંગતા અમેરિકી સેનેટર

વેસ્ટ બેંકમાં જાણીતી કાર્યકર એસ નૂર આઈ ગીની ઇઝરાયેલના સૈનિકોએ હત્યા કરી હતી

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૫
વેસ્ટ બેંકમાં તુર્કી અમેરિકા નાગરિક અને અગ્રણી મહિલા સામાજિક કાર્યકર એસ નૂર આગીની ઇઝરાયેલના સૈનિકોએ કરેલી હત્યાની જસ્ટિસ વિભાગ મારફત તપાસ કરાવવા અમેરિકાના સેનેટર બરની સેન્ડર્સ દ્વારા માગણી કરવામાં આવી છે. અમેરિકા સેનેટરે એક નિવેદનમાં સાફ શબ્દોમાં ઇઝરાયેલ અને તેના વિસ્તારવાદી ઈરાદો તથા પેલેસ્ટીન પરના કબજાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલી સરકારના વારંવારના ખુલાસાઓને સતત સ્વીકારતા રહીને અમેરિકા ખુદ પોતાના મૂલ્યોની હાંસી ઉડાવી રહ્યું છે હવે અમેરિકી નાગરિકો પર આવી રીતે હુમલા થાય તો તેનો જવાબ આપવાની અને તપાસ કરવાની અમેરિકા સરકારની જવાબદારી બને છે. આ ઘટનાની તપાસ સ્વતંત્ર રીતે યુએસ જસ્ટિસ વિભાગને સોંપવી જોઈએ કેમ કે એ અમેરિકી નાગરિકો પરનો ઇઝરાયેલનો હુમલો છે. ૨૬ વર્ષીય એસનું આઈગિની વેસ્ટ બેંકમાં ઇઝરાયેલના સ્નાઈ પર દ્વારા બોડી છોડીને હત્યા કરવામાં આવી હતી. સ્પષ્ટ જણાવે છે કે ઇઝરાયેલ બી જવાબદારી નક્કી થવી જોઈએ જો આવી રીતે અમેરિકા તપાસ નહીં કરે તો કોઈ જવાબદારી નક્કી થશે નહીં. વેસ્ટ બેંકમાં છેલ્લા ૧૧ મહિનામાં ઇઝરાયેલના લશ્કરી દડો અને આ વિસ્તારમાં સ્થાપિત કરાયેલા યહૂદીઓ દ્વારા ૧૫૦ બાળકો સહિત ૭૦૦થી વધુ પેલેસ્ટીની નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી છે છતાં ઇઝરાયેલના સ્થાપિત યહૂદીઓ દ્વારા થતા વારંવાર હુમલા અને સલામતી દડો દ્વારા પેલેસ્ટીની ગામો અને મકાનોને સળગાવી નાખવાના અને હત્યાકાંડ કરવાના બનાવો બદલ કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી તેનો કોઈ પ્રતિસાદ અમેરિકી સરકાર આપતી નથી. પેલેસ્ટીનના ભૂમિ પર ઇઝરાયેલ દ્વારા એક જ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે કોઈ સવાલ નહીં પૂછવાના સીધી ગોળી મારી દેવાની. આ તમામ બનાવોની કોઈ વિશ્વાસનીય તપાસ થતી નથી તેના કારણે ગંભીર પરિણામો સર્જાઈ રહ્યા છે ઇઝરાયેલ જે ખુલાસા કરે છે તે પત્રકારોના સંશોધન બાદ ખોટા જ પુરવાર થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts