….તો હિન્દુઓમાં પણ હાફિઝ સઈદ જન્મ લેશે : પ્રકાશ આંબેડકર

(એજન્સી) ભોપાલ, તા.૬
બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે શુક્રવારે મહારાષ્ટ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. પ્રકાશ આંબેડકરે ચેતવણી આપી હતી કે ભીમા કોરેગાંવ કાંડમાં દોષિતો સામે જો પગલાં ભરવામાં નહીં આવે તો હિન્દુઓમાં પણ હાફિઝ સઈદ જન્મ લઈ શકે છે. આંબેડકરે આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્ર સરકારના ઈશારે દોષિતોને બદલે પીડિતો સામે કાર્યવાહી કરવામાં આવી. એમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે જો મહારાષ્ટ્રમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુઓમાં પણ હાફિઝ સઈદને જન્મ લેતાં રોકી શકાશે નહીં, આને રોકવા માટે દોષિતો પર કાર્યવાહી થવી જોઈએ. આંબેડકરે દેશમાં સામાજિક લોકતંત્ર લાવવાની ભલામણ કરતા કહ્યું કે નીચી જાતિ તરીકે ગણવામાં આવતી જાતિઓએ પોતાના માન-સન્માન માટે એકજૂથ થવું પડશે. અખિલ ભારતીય મહાત્મા ફુલે સમતા પરિષદ દ્વારા પૂર્વ સાંસદ સુખલાલ કુશવાહના પ૪મા જન્મદિન નિમિત્તે આયોજિત એક રેલીને પ્રકાશમાં આંબેડકરે સંબોધન કર્યું હતું. આ રેલીમાં આંબેડકર સાથે ઉપસ્થિત સમાજવાદી પાર્ટીના નેતા શરદ યાદવે નીચી જાતિઓને એકજૂથ થઈ કટ્ટરપંથીઓનો મુકાબલો કરવા જણાવ્યું હતું. એમણે કહ્યું કે પેશ્વાઓ વિરૂદ્ધ જે લડાઈ લડવામાં આવી હતી એ નીચી જાતિઓએ જ લડી હતી. કોરેગાંવના સ્તંભ પર એમના નામો અંકિત કરેલા છે. એમણે પ્રશ્ન કર્યો કે નીચી જાતિના લોકો શું હિન્દુ નથી ? એમના પર હિન્દુવાદીઓએ હુમલો કેમ કરવો જોઈતો હતો ?શરદે પ્રશ્ન કર્યો કે જ્યારે સરકાર દોષિતોને સાથ આપશે તો એમના પર લગામ કોન લગાવશે ? લાઠી રેલીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અરૂણ યાદવ, કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ જુબેર અહમદ, સત્યશોધક સમાજના સંયોજક સરદાર સિંહ,અખિલ ભારતીય મહાત્મા ફૂલે સમતા પરિષદના અધ્યક્ષ સિદ્ધાર્થ સુખલાલ કુશવાહા, અખિલ ભારતીય ગોંડવાના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુલઝર સિંહ મરકામ, જદયુના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ યાદવ અને કોંગ્રે સાંસદ હિના કાંવરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks