(એજન્સી) ભોપાલ, તા.૧૭
એકબાજુ કેન્દ્ર સરકાર ત્રણ તલાક વિરૂદ્ધ કડક કાયદો લાવવાના અંતિમ ચરણમાં છે. જ્યારે બીજીબાજુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આ કાયદા વિરૂદ્ધ પોતાનું અભિયાન મજબૂત કર્યું છે.
બોર્ડે આ બિલ વિરૂદ્ધ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું છે. આ અંતર્ગત ભોપાલમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહિલા પાંખની એક બેઠક યોજાઈ હતી. જેમાં સંયોજક ડો.સોફિયા ફાતમાએ સ્પષ્ટપણે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ આ કાયદાનો સ્વીકાર નહીં કરે અને તેના સખત વિરોધમાં છે. બેઠકમાં મુસ્લિમ મહિલાઓએ શરિયતમાં કોઈપણ પ્રકારના સરકારી હસ્તક્ષેપને અસ્વીકાર્ય ગણાવતા ત્રણ તલાક ખરડાને ઈસ્લામ વિરોધી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ઈસ્લામને બદનામ કરવાનું એક સંગઠિત ષડયંત્ર છે.
Facebook
0
Twitter
0