(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૪
ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.એચ. યાદવ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેની સતત પોલીસ સ્ટાફના માણસોને માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ તે સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીનાબેન પ્રકાશભાઇ રાજ્યગુરૂ સંસ્કાર મંડળ ચોકથી એક રીક્ષામાં બેસી ગાયત્રી નગર આવવા રવાના થતાં તે સમય દરમ્યાન એમનો એક કિંમતી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ ભરેલ થેલો ભૂલથી રિક્ષામાં ભૂલી જતાં એ સમય દરમ્યાન થેલાની યાદ આવતાં પોલીસ મદદ માટે ભરતનગર પોલીસ સ્ટેશન આવતાં સંપૂર્ણ વાતથી વાકેફ કરતાં પો.ઇન્સ. એમ.એચ. યાદવ દ્વારા તે મહિલાની આપવિતી જાણી તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસોને સૂચનાઓ કરેલ તે સૂચનાઓ તેમજ પોલીસની તીસરી આંખ સમા નેત્ર કેમેરાની મદદથી તે રિક્ષા શોધી કિંમતી થેલો મેળવી રીનાબેન સમક્ષ એમની રૂબરૂમાં થેલો ખોલી જોતાં અંદાજે બે લાખ પચ્ચાસ હજારનો થેલો પરત કરતાં પોલીસની કામગીરી બિરદાવેલ. આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ
પીઆઇ એમ.એચ. યાદવ દ્વારા પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.બી. સોઢાતર, ખેગારસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાનભાઇ અગવાન, અશોકભાઇ મકવાણા, રાહુલભાઇ કંટારીયા વગેરે પોલીસ સ્ટાફના માણસોએ સરાહનીય કામગીરી કરવામાં સફળતા મેળવેલ છે.