દંતેશ્વરમાં રસ્તો પહોળો કરવાની કામગીરીમાં જમીન માલિકને રૂા.પ.૪૬ કરોડ ચૂકવવાની દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરાતાં વિવાદ

 

વડોદરા, તા.ર૧
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રસ્તાના કામમા જમીન ગુમાવનારને જ્યારે જ રસ્તો પહોળો કરવાની કામગીરી થઈ ત્યારે વર્ષો પહેલા જે જમીનનો ભાવ હતો તે જમીનની કિંમત ચૂકવવાને બદલે હાલની જંત્રીની બેવડી કિંમત ચૂકવવાનો કારસો રચવામાં આવ્યો છે જે અંગેનું મંજૂરી માટેનું કામ સ્થાયી સમિતિમાં ફરી ચડાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલા દંતેશ્વર વિસ્તારના મુખ્ય રસ્તાને પહોળો કરવાની કામગીરીમાં જમીન માલિકને રૂ.૫.૪૬ કરોડની રકમ ચૂકવવા અંગે ફરી એકવાર સ્થાયી સમિતિની બેઠકમાં કામ રજૂ કરવામાં આવ્યું છે. દંતેશ્વર વિસ્તારમાં ૨૦ વર્ષ પૂર્વે રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સમયે જમીને નો જે ભાવ હતો તે પ્રમાણે કેટલાક જમીન માલિકોને નાણા ચૂકવવામાં આવ્યા હતા પરંતુ તે સમયે એક જમીન માલિકે નાણા લીધા નહીં અને વર્ષો પછી જમીન વળતરની માંગણી કરતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકીય દબાણને વશ થઈને આ જમીન માલિકને હાલની જંત્રીના બેવડા ભાવ ચૂકવવાની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. મંજૂરી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતાં વિપક્ષના નેતાએ તથા ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક આગેવાને વિરોધ કર્યો હતો. જેને કારણે આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું પરંતુ ફરી સ્થાયી સમિતિના એજન્ડામાં આ ગામનો સમાવેશ કરવામાં આવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks