(એજન્સી) તા.૧૮
દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ શહેરની પૂર્વમાં રહેણાંક ઘર પર સોમવારની સાંજે ઇઝરાયેલી હવાઈ હુમલામાં દસ પેલેસ્ટીની માર્યા ગયા હતા.એક તબીબી સ્ત્રોતે અનાદોલુને જણાવ્યું હતું કે,ખાન યુનિસ ગવર્નરેટની અંદર અબાસન શહેરમાં અબુ હૈયા પરિવારના ઘર પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ૧૦ પેલેસ્ટીનીઓ માર્યા ગયા હતા.પેલેસ્ટીની સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે, તેની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, કાટમાળ નીચેથી ૧૦ લોકોને બહાર કાઢ્યા હતા અને અન્યની શોધ કરી રહી છે.ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હવાઈ હુમલાઓ અને બોમ્બ ધડાકામાં દિવસભર અનેક જાનહાનિ પણ નોંધાઈ હતી, પરંતુ પીડિતોની સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. યુએન સિક્યુરિટી કાઉન્સિલના તાત્કાલિક યુદ્ધવિરામની માંગણીના ઠરાવને ફગાવીને, પેલેસ્ટીનીને પ્રતિકાર જૂથ હમાસ દ્વારા ગયા ઓક્ટોબરમાં હુમલા પછી ગાઝા પર તેના સતત ક્રૂર આક્રમણ વચ્ચે ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય નિંદાનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યારથી લગભગ ૪૦,૦૦૦ પેલેસ્ટીની માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે અને ૯૨,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.