(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
શાહુદ હમીદ તરીકે જન્મેલા તમિલ લેખક ઈન્કીલાબના પરિવારે સાહિત્ય અકાદમી દ્વારા ગતરોજ એનાયત કરવામાં આવેલો સાહિત્ય અકાદમી પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે. સાહિત્ય અકાદમીના સચિવને લખવામાં આવેલા પત્રમાં ઈંકબાલના પરિવારએ એવું જણાવ્યું કે તેઓ લોકોના લેખક છે અને તેમણે કોઈ પુરસ્કારની લાલચે લખ્યું નથી. તેને બદલે હું વિરોધ, વખોડવા અને પીછહેઠની આગાહી કરું છું. પત્રમાં કહ્યું કે સરકારે મને જે કંઈ પણ આપ્યું છે શરૂઆત છે. તેની પાર જ્યારે મારી પેન ઉપડે છે ત્યારે મને ખાતરી છે કે ભારતીય ભૂમિમાં કોઈ લેખકને ન મળ્યું હોય તેવું ઈનામ મને આપવામાં આવશે. મારા પિતાએ કોઈ પુરસ્કાર માટે લેખનકાર્ય કર્યું નથી. તેમણે સત્તાધિશોની કાર્યવાહીની આશા રાખીને લખ્યું છે તેમણે પુરસ્કારની કોઈ આશા રાખી નથી. તેમણે અમને કહ્યું હતું કે તેઓ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર નહીં સ્વીકારે. તેના કાવ્યો દલિત મંચની બેઠકોમાં રાષ્ટ્રગાન સમાન બન્યાં હતા. તેમાં તમિલનાડુમાં નાગાપટ્ટન જિલ્લામાં સન ૧૯૬૮માં ૪૪ ખેત મજૂરોને જીવતા સળગાવી દેવાની ઘટનાને વખોડવામાં આવી હતી. સાહિત્ય અકાદમીના સચિવને લખવામાં આવેલા પત્રમાં તેમના પરિવારે કહ્યું કે તેમને ઈનામની આશાએ લેખનકાર્ય કર્યું નથી.