દરેક ગામને વીજ પુરવઠાની જવાબદારી કેન્દ્રની નથી : અધિકારી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
કેન્દ્રની જવાબદારી વીજળીના જોડાણ ગામડાઓ અને ઘરો સુધી જોડવાના છે. અથવા તેનો વિકલ્પ પુરો પાડવાનો છે. વીજ પુરવઠાની ખાત્રી આપતું નથી. તેમ ઉર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ અરૂણકુમારે જણાવ્યું છે. તેમણે કહ્યું કે વીજળી પૂરી પાડવાની જવાબદારી પ્રત્યેક રાજ્યની છે. કેન્દ્રએ દાવો કર્યો હતો કે તેણે ૧૦૦ % વીજળીકરણનો લક્ષ્યાંક પૂરો કર્યો છે. તેમજ દેશના ૮૩ % ઘરોમાં વીજળી અપાઈ છે. વર્ષના અંંત સુધીમાં તમામ ગામોમાં વીજળી જોડાણ પુરા પડાશે. એક અંગ્રેજી અખબારે કરેલા વિશ્લેષણમાં જોવા મળ્યું હતું કે કેન્દ્રએ કરેલા દાવાઓ અને કાગળ પર જુદી હકીકત હતી. કેટલાક કેસોમાં કેબલ ન આપતા બીજા દિવસે જ ચોરાઈ ગયા હતા. જે ગામોમાં વીજળી પહોંચી નથી. પરંતુ તે કાગળ પર બોલે છે. કેટલાક ગામોમાં માત્ર ર કલાક વીજળી મળે છે. ઉર્જા સચિવે કહ્યું કે કયા ઘરમાં વીજળી કેટલી પહોંચે છે તે અમારો વિષય નથી. પરંતુ અમે તે બાબતથી જાણકાર છીએ કે સતત વીજળીનો પ્રવાહ એક સમસ્યા છે. અમે ર૦૧૯ સુધીમાં ર૪ કલાક વીજળી આપવા માટે કામ કરી રહ્યા છીએ. તેમ છતાં ભારત વીજળી ક્ષેત્રે વધુ પુરવઠો ધરાવતો દેશે ગણાવે છે. દેશના દરેક રાજ્યો વીજતંગી અનુભવી રહ્યા છે. વીજ પુરવાઠે ઘણો અપૂરતો છે. ૦.રર % વીજળી એવરેજ લોસ છે. ઉજ્જવલા ડીસકોમ એસ્યોરન્સ યોજના હેઠળ ડીસકમ લોસ ઘટી છે. જે પ૧૦૯૬ કરોડથી ઘટીને ૧૭,૩પર કરોડે પહોંચી છે. વધુ સિદ્ધિઓ વીજપુરવઠાની સ્થિતિ સુધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks