દરેક મુસ્લિમ ભાઈની નેક કમાઈમાંથી આપેલ નાણાંનો મસ્જિદ-ઈબાદતગાહના કામમાં ઉપયોગમાં લેવાશે

૧સાવરકુંડલા, તા.૧૩
સાવરકુંડલાના સૂફી સંત અને હિન્દુ-મુસ્લિમ બંને કોમની દીલમાં વસેલા પીરે તરીકત અલ્હાજ સૈયદ દાદાબાપુ કાદરી દ્વારા ચલાવેલ મીશન વ્યસન મુક્તિ અભિયાન, સમાજના અંદરોઅંદર ગુગડાના સમાધાન અને નેક કામ મીશન જેવી પ્રવૃત્તિઓ પીર સૈયદ દાદાબાપુ કાદરી દ્વારા ચલાવવામાં આવે છે તે અનુસંધાને કાલે સિપાઈ જમાતખાને એક જનરલ મીટિંગ બોલાવી હતી અને આ મીટિંગ ખાસ નેક કામ માટે હતી જે નેક કામનું નામ આપવામાં આવ્યું છે તે તમામ પૈસા મસ્જિદ અને મદ્રસા બનાવવામાં વાપરવામાં આવે છે. ગઈકાલની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સાવરકુંડલાના મુસ્લિમના ઘરે એક ડબ્બો મુકવામાં આવશે અને દરેક મુસ્લિમ ભાઈ પોતાની નેક કમાઈમાંથી હેસીયત મુજબ આ ડબ્બામાં પૈસા નાખશે અને એક વર્ષ બાદ આ ડબ્બાના પૈસા પરત લેવામાં આવશે અને એનો ઉપયોગ જે ગામ કે શહેરમાં મસ્જિદ કે ઈબાદતગાહ નહીં હોય તે બનાવવામાં ઉપયોગ લેવામાં આવશે. પીર સૈયદ દાદાબાપુ કાદરી આ મીશન નેક કામને મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સાવરકુંડલા શહેર સહિત મક્કા શરીફમાં પણ બાપુએ મીશન ચલાવ્યું હતું અને ગામે ગામથી આ નેક કામના મીશનમાં લોકો જોડાઈ રહ્યા છે અને પોતાની નેક કમાઈમાંથી અલ્લાહનું ઘર બનાવવા માટે લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks