
કરન્ટ ટોપિક – સુહાસ મુન્શી
ઉના ઇફેક્ટ
મુખ્ય મુદ્દાઓ
શ્ન મોદીએ શનિવારે ટાઉન હૉલ ખાતે તેમના પ્રવચનમાં ગૌરક્ષકોની આકરી ટીકા કરી.
શ્ન તેમણે જણાવ્યું હતું કેઃ અમુક અસામાજીક તત્વો ગૌરક્ષકોનું મુખોટું પહેરીને કામ કરે છે.
શ્ન આ ટીકાનું કારણ ઊનાની ઘટના પછી દલિતોના મતો ગુમાવવાનો ભય હોય તેમ લાગે છે.
શ્ન મોદીએ વધુમાં શું કહ્યું?
શ્ન વિરોધ પક્ષોએ તેમની આ ટિપ્પણીઓની શું પ્રતિક્રિયા આપી?
શ્ન શું મોદીની આ વાત ગંભીરતાપૂર્વક લેવી જોઇએ?
એ વિશે કોઈ શંકા નથી કે ઉનાની ઘટનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંતે ગાય તકેદારી ગેંગ વિરૂદ્ધ વાત કરવા માટે ફરજ પાડી છે. શનિવરે તેમના ટાઉન હોલના ભાષણ દરમિયાન તેમના પર રાજકીય દબાણ દેખાઈ આવતું હતું. ઉનાના જંગલની આગ ભારતના સૌથી શક્તિશાળી માણસને પણ દઝાડી રહી છે.
સ્અ ર્ય્દૃ એપ્લીકેશનની બીજી વર્ષગાંઠ નિમિતે આયોજન કરવામાં આવેલ આ કાર્યક્ર્મમાં પ્રશ્ન સત્ર દરમિયાન મોદીએ કહ્યું હતું કે “મને એ લોકો પર ખૂબ જ ગુસ્સો આવે છે જેઓએ ગૌરક્ષાનો બિઝનેસ શરૂ કર્યું છે ગૌભક્ત હોવું એ અલગ વાત છે, અને ગૌસેવા (ગાયનું રક્ષણ) કરવી એ અલગ વાત છે. આ લોકોની એક યાદીપત્રક તૈયાર કરો. ઘણા અસામાજિક તત્વો ગૌરક્ષાના નામે લોકોને હેરાન કરી રહ્યા છે”
વડાપ્રધાન બન્યા ત્યારથી મોદી એવા મુદ્દાઓ જેમાં હિન્દુ અધિકારની વાત હોય તેના પર કોઈ નિવેદન આપતા નથી એવી તેઓએ અપકીર્તિ મેળવી છે. દાખલા તરીકે તેઓએ દાદરીમાં મોહમ્મદ અખલાકની હત્યા વિશે જ્યારે સમગ્ર વિશ્વનું મીડિયા ટિપ્પણી કરી રહ્યું હતું ત્યારે પણ કોઈ વાત કરી ન હતી, કે ન તો તેઓએ તેમના પોતાના મંત્રીઓ કે જેઓએ ગૌમાંસ ખાવા માટે વધુ મુસ્લિમોને મારવા માટેનું કહેતા હતા તેના વિરૂદ્ધ કોઈ પ્રતિક્રિયા આપી હતી. મોદી પોતાના આ વક્તવ્યમાં દાદરી હત્યા, અસહિષ્ણુતાની ચર્ચા અને કાશ્મીરની હિંસા વિશે શાંત રહ્યા હતા. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, અખ્લાકની હત્યા વિશે – સહિષ્ણુતા વિરુદ્ધ અસહિષ્ણુતા વિશે, રાષ્ટ્ર વિરોધી વિરૂદ્ધ રાષ્ટ્રવાદ વિશે, કશું બોલ્યા નથી. તેમણે ચર્ચ પર વારંવાર કરવામાં આવતા હુમલા માટે પણ કંઈપણ કહ્યું નથી. ગયા વર્ષે બિહાર ચૂંટણી પહેલા ઝારખંડમાં ફાટી નીકળેલા કોમી રમખાણો વિશે એક શબ્દ બોલ્યા નથી. અને કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ કે જ્યાં ૫૪ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો જીવનભર અપંગ કે અંધ બની ગયા છે તેમના માટે પણ મોદી મૌન રહ્યા છે અને ગાય-તકેદારીવાદના મુદ્દે પણ વડાપ્રધાન આજ સુધી કઈ બોલ્યા ન હતા. વડાપ્રધાન ટિ્વટર પર ખાસ કરીને સક્રિય હોય છે, પણ તેઓએ ગૌરક્ષકો દ્વારા બે મુસ્લિમ પુરુષોને ગાયનું છાણ અને મૂત્ર ખવડાવવામાં આવ્યું ત્યારે એ અત્યાચાર વિશે પણ કોઈ ટિ્વટ કરી ન હતી. અગાઉ આ અઠવાડિયે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા સમગ્ર ભારતમાં ગાય તકેદારી ગેંગ દ્વારા કરવામાં આવેલ હિંસાના ૧૫ બનાવોની એક યાદી તૈયાર કરી. જેમાં પંજાબ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન – જેવા છ રાજ્યોમાંથી આવી હિંસાના અહેવાલ હતા. આ ૬ રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને પંજાબમાં ભાજપ સરકાર તેના સાથી, શિરોમણી અકાલી દળની આગેવાનીનો ભાગ છે. આ બધા બનાવો બન્યા ત્યારે ભાજપનું ટોચનું નેતૃત્વ, અને ખાસ કરીને પક્ષ પ્રમુખ અમિત શાહ અને નરેન્દ્ર મોદી શાંત રહ્યા હતા પણ જ્યારે હવે ગૌરક્ષાના નામે અતિરેક થઈ ગયો અને ગુજરાતમાં ઉનાની ઘટના બન્યા પછી એ સ્પષ્ટ થયું હતું કે પરિસ્થિતિ હવે ભાજપના નિયંત્રણની બહાર ચાલી ગઈ છે અને એ પણ એવા નિર્ણાયક સમયે કે જ્યારે યુ.પી. જેવા મોટા રાજ્યો સહિત ગુજરાત અને પંજાબમાં પણ આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે. “ગાય તકેદારીવાદના મોટા ભાગના બનાવો ભાજપ શાસિત રાજ્યોમાં બન્યા છે, શું ભાજપ ગૌરક્ષકોનું રક્ષણ કરે છે?” દલિતો સામેના અત્યાચાર અને મુસ્લિમો મુદ્દો, એ ભાજપ અને આરએસએસ માટે ઉત્તરપ્રદેશ, ગુજરાત અને પંજાબમાં આગામી વર્ષે યોજાનાર ચૂંટણી સામે એક ગુપ્ત ધમકી કહી શકાય. મોદીના પોતાના રાજ્ય ગુજરાતમાં હાલમાં ભાજપની લોકપ્રિયતા તેના સૌથી નીચા સ્તરે છે. રાજયમાં પક્ષની આવી ખરાબ પરિસ્થિતિ કદાચ તેઓ ૨૦૦૧માં નાગરિક ચૂંટણી હારી ગયા એ સમયે પણ ન હતી. છેલ્લા ચાર દાયકામાં તાજેતરનાં દલિત આંદોલન જેવી કોઈ ચળવળ ભાગ્યે જ જોવા મળી છે.
હવે આ મુદ્દે અન્ય તમામ વિરોધ પક્ષો ભાજપના ભોગે પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઊનાની ઘટના અને તેમના પોતાના અપમાનના મુદ્દે યુપીની ચૂંટણી પહેલા માયાવતીની સ્થિતિ મજબૂત છે. કોંગ્રેસ પણ આ ઘટનાઓમાંથી લાભ લેવા માટે આ અત્યાચારનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. અને એસપી તેના પોતાના રાજ્યમાં દલિત સામેના અત્યાચારના કિસ્સાઓમાં પોતાની પ્રકૃતિથી વિપરીત જઇને સક્રિય બની રહ્યો છે. મોદીએ પોતાના આ ભાષણમાં તમામ રાજ્યોને કહ્યું છે કે તેઓ ગાય તકેદારી ગેંગની એક વિસ્તૃત યાદી તૈયાર કરે. આ ઉપરાંત તેઓએ એવો દાવો કર્યો કે “અમુક લોકો રાત્રે અસામાજીક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને સવારે ગૌરક્ષક બની જાય છે” અને મને આવા લોકો પર “ક્યારેક ખૂબ જ ગુસ્સો આવે છે”, મોદી દ્વારા કરવામાં આવેલ આ નિવેદન સ્પષ્ટ દર્શાવે છે કે તેમના પર એક રાજકીય દબાણ છે. અમુક લોકો કહે છે કે મોદીનો આ સંદેશ એક ખૂબ જ લાંબા સમય પછી આપવામાં આવ્યું છે માટે તેનો કોઈ અર્થ રહેતો નથી. વધુમાં મોદીએ જણાવ્યુ હતું કે ગાય હિંસાને કારણે મૃત્યુ પામતી નથી, પરંતુ તે પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામે છે માટે સાચા ગૌસેવકો કે ગૌરક્ષકોએ ગાયની કાળજી રાખવી જોઈએ, આવ કહીને કદાચ મોદી ગૌરક્ષકોનો ગુસ્સો શાંત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.
ટાઉન હોલમાં મોદીનું પ્રવચન
My Gov એપ્લિકેશનની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે મોદીએ ઓબામા-શૈલીમાં ટાઉન હોલને પસંદ કર્યું હતું. જો કે, મોદીમાં ઓબામા જેવી કોઈ અસર કે છાપ દેખાતી ન હતી. મોદીએ ૨૦૦૦ લોકોના આ સમૂહને પોતાને એકાએક પ્રશ્નો કરવા માટે પરવાનગી આપી ન હતી, અને તેની જગ્યાએ અમુક રેકોર્ડ કરેલા પ્રશ્નોના જવાબ આપવાનું તેમણે પસંદ કર્યું હતું અને કદાચ તેમની ટીમ દ્વારા આ રેકોર્ડ કરવામાં આવેલ પ્રશ્નો તપાસવામાં પણ આવ્યા હશે. આ પ્રવચનને તમે એક ટેલિવિઝન પરની ‘મન કી બાત’ કહી શકો છો. આ પ્રવચનમાં મોદીએ ‘આરોગ્ય વીમાને બદલે સ્વાસ્થ્યની ખાતરી’ જેવા કેટલાક જૂના શબ્દસમૂહો સાથે વાત કરી અને આપણાં ‘મહાન વારસા’ અને બેન્કિંગ વિશે પણ વાત કરી. જ્યારે એક વ્યક્તિએ તેમને પૂછ્યું કે કેવી રીતે ખેડૂતો વધુને વધુ હવામાનની પેટર્ન સાથે સારી રીતે વ્યવહાર કરી શકે, ત્યારે મોદીએ આ સંદર્ભમાં ખેડૂતોને ‘એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું હતું. તેમણે એક સામાન્ય જવાબ આપતા કહ્યું હતું કે “ખેડૂતો ઘણી વાર આધુનિક ખેતી વિશે ભૂલી જાય છે” અને આ એક સ્વરમાં આપવામાં આવેલો જવાબ હતો કે જાણે પડોશીઓ આપણને લાંબી રજાઓ માટે જતા સમયે ઘર છોડતા પહેલાં ગેસની સ્વિચ બંધ કરવાં માટે સલાહ આપતા હોય છે. મોદીએ ઉમેર્યું હતું કે “ખેડૂતોએ બીજની વાવણી પર, સાથે લાકડાની ખેતી પર, અને મધમાખી રાખવી અને મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન દેવું જોઈએ.” સમગ્ર ભારતમાં જે હજારો ખેડૂતો દર વર્ષે આત્મહત્યા કરે છે તેમના માટે જાણે આ ચકિત થઈ જવાય એવા સમાચાર છે. “મોદી તેમના પૂર્વગામી મનમોહનસિંહે જે રીતે પ્રેસનો સામનો કર્યો હતો એવું કરી શકશે?” કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે “ વડાપ્રધાને સામાન્ય નેતાની જેમ નિયંત્રિત અને યોજનાબદ્ધ રીતે ઘટનાઓનું વિશ્લેષણ કર્યું છે અને આજની ટાઉન હોલની સભા કોઈ અલગ ન હતી. પ્રેસ કોન્ફરન્સ લોકશાહીનો એક અગત્યનો ભાગ છે.” અને તેમના સાથીદાર અને કોંગ્રેસનાં પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ કોઈ અલગ પ્રતિક્રિયા આપી ન હતી. તેમણે શનિવારે મોડી સાંજે ટિ્વટ કરતાં કહ્યું કે “આ એક રીતે ગોઠવેલ કાર્યક્ર્મ હતો અને આજે ભારતને માત્ર સ્ટેજ પર શોમેનશીપ કરી શકે તેવા પ્રધાનમંત્રીની જરૂર નથી. મોદીજી, દલિતો અને ગરીબ લોકો હિંસાનો સામનો કરી રહ્યા છે અને એના માટે માત્ર ‘ગુસ્સો’ કરવાથી કામ નહીં ચાલે, પરંતુ ‘પગલાં’ .. લેવાની જરૂર છે. વધતો જતો ફુગાવો, બેરોજગારી, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિક તનાવ, નિષ્ફળ વિદેશ નીતિ, ખેડૂતોની આત્મહત્યા ; આ માટે તમારી પાસે કોઇ જવાબો છે વડાપ્રધાન ? ’. ગાય તકેદારીવાદ સામે મોદીએ શનિવારે તેમના ભાષણમા ખડતલ શબ્દોનો ઉપયોગ કરીને પ્રતિભાવ આપ્યો હતો તેના વિશે કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “આ માત્ર ખડતલ શબ્દો છે જેનો તેઓએ ઉપયોગ કર્યો છે, પણ આવા જ શબ્દોને ખંતપૂર્વક તેમના અનુયાયીઓએ અનુસરીને ૨૦૦૨માં પ્રતિક્રિયા આપી હતી” (સૌ. : કેચ ન્યૂઝ)