તમિલનાડુના દલિત સમુદાયના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, તિરૂપુર જિલ્લાના શિવનમલાઈ અને કાંગેયમમાં લગ્ન હોલ માલિકો લગ્ન સહિત ખાસ કાર્યક્રમો માટે બુકિંગનો ઇન્કાર કરી રહ્યા છે
(એજન્સી) તા.૨૨
આ આરોપો બાદ, તપાસ શરૂ કરવામાં આવી છે. આથી થામિઝર મુનેત્ર કઝગમના જિલ્લા સચિવ પી કાલિમુથુ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શિવનમલાઈના મુરૂગન મંદિરમાં લગ્ન અને અન્ય પ્રસંગોનું આયોજન કરવા માટે ઘણા પરિવારો આશીર્વાદ મેળવવા માટે આવે છે, તેમ છતાં SCના લોકોને હોલ બુકિંગનો ઇનકાર કરવામાં આવે છે. આ વિસ્તાર ઓછામાં ઓછા ૨૦ હોલથી ઘેરાયેલો છે. અઢાર ખાનગી છે અને બે જાતિ આધારિત ટ્રસ્ટની માલિકીના છે. નાના હોલના માલિકોએ આરોપોને નકારી કાઢ્યા છે કે ભાડું મોંઘું છે અને જેઓ ચૂકવણી કરી શકતા નથી તેમની પાસેથી તેઓ સસ્તા ભાવે ભાડું સ્વીકારતા નથી. કાંગેયમમાં હોલ માટે ૫ લાખ સુધી વસૂલવામાં આવે છે. જોકે, એક સ્થાનિક દલિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, સુવનમલાઈની તળેટીથી લગભગ એક કિલોમીટર દૂર કાંગેયામથી તિરૂપુર રોડ પર એક હોલ છે જેનો કોન્ટ્રાક્ટર દલિત છે. તેથી દલિત ત્યાં બુકિંગ કરાવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, તપાસ ચાલી રહી છે અને આરોપોમાં દોષિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.