
તડને ફડ – આનંદ તેલતુંબડે
દલિતોના સ્વયંભૂ દેખાવો તાજેતરમાં સ્પષ્ટ રીતે ભાજપ વિરોધી હોવાનો આભાસ કરાવી રહ્યા છે પછી ભલે તે રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા પર દેશભરમાં વિદ્યાર્થીઓનો ‘વિરોધ હોય કે પછી ચાર દલિત યુવાન જાહેરમાં ચાબુક વડે મારવામાં આવતી એક શરમજનક ઘટના અંગે રાજ્યવ્યાપી ગુજરાતમાં સંપૂર્ણ જાહેર દેખાવો અને આત્મહત્યાના પ્રયાસો હોય અથવા આઇકોનિક આંબેડકર ભવનના ધ્વંસ પર મુંબઈ ખાતે ૧૯મી જુલાઈનો વિરોધ હોય દરેક વખતે દલિતોનો ગુસ્સો દેખાયા આવતો હતો આ ઉપરાંત માઇનોર શાળાએ જતી કન્યા પર કથિત બળાત્કાર અને રાજસ્થાનમાં હત્યા પર આક્રોશ અને માયાવતી પર રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ દ્વારા વેશ્યા ટીકા પર ઉત્તરપ્રદેશમાં ભારે વિરોધ દરેક વખતે ભાજપ સામે દલિતનો ગુસ્સો સુસ્પષ્ટ હતો.
ગમે તેમ પણ ભાજપના દલિત હનુમાન કોશિશ કરી રહ્યા છે કે તે આગામી વર્ષની ‘રાજ્ય ચૂંટણી સુધી બૂઝાઈ જાય પણ હાલ એવી શક્યતા ઘણી ઓછી છે. આ ઉપરાંત આ દેખાવોથી એ વાત સાબિત થાય છે કે અહીં દગો આપવાની ભાવના વધુ ભડકી રહી છે જો આ વાત સાચી સાબિત થશે તો ભાજપનો હિન્દુ રાષ્ટ્રનો એજન્ડા પડતો મૂકાઈ જશે.
રોહિતનું પુનરાવર્તિત મૃત્યુ
રોહિતની સંસ્થાકીય હત્યાની ખૂબ સારી રીતે અહીં ચર્ચા કરવામાં આવી છે પરંતુ જે દબાવી દેવાયું છે તે મૂળ હત્યા કરતાં ઓછું ફોજદારી નથી. ગોચિબૌલી પોલીસે અપ્પા રાવની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી (ૐઝ્રેં)ના વિવાદાસ્પદ વાઇસ ચાન્સેલર બાંગારૂ દત્તાત્રેય તેમજ મોદી કેબિનેટમાં ભાજપના સાંસદ અને મંત્રી એન સુશીલ કુમાર સામે આત્મહત્યા કરવા મજબૂર કરવા સામે કેસ કર્યો છે પરંતુ પોલીસ ક્યારેય તેઓની ધરપકડ કરી નથી તેમના મૃત્યુથી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની સંયુક્ત ક્રિયા સમિતિઓની રચના તાહિ અને વિશાળ આંદોલનને વેગ આપ્યો હતો. આથી અપ્પા રાવને કેમ્પસ છોડી દેવાની ફરજ પડી હતી.
પરંતુ ૨૨ માર્ચના રોજ બે મહિના પછી, જ્યારે આક્રોશ થોડો ઓછો થયો તો તેમણે અચાનક પુનરાગમન કર્યું. કુદરતી રીતે, વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના નિવાસસ્થાને વિરોધ પ્રર્દશન યોજ્યું પણ પોલીસે જ્યાં તેમણે એક બેઠક યોજી હતી ત્યાં અસાધારણ રીતે ઘેરો ઘાલ્યો હતો. જ્યારે વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓએ ઇમારત અંદર છમ્ફઁ સભ્યો જોયા ત્યારે તેઓ આઘાત પામ્યા અને અંદર જવાની કોશિશ કરી પણ પોલીસે તેઓ પર લાઠીચાર્જ કર્યો આ ઉપરાંત ફેકલ્ટી સભ્યોને પણ પોલીસે ના છોડ્યા આ ઉપરાંત એબીવીપી ના સભ્યોએ છોકરીઓની છેડતી કરી અને ભાગી રહેલ વિદ્યાર્થીઓનો પીછો કર્યો.
તમામ ૨૭ વિદ્યાર્થીઓ અને બે ફેકલ્ટી, પ્રોફેસર કે વાય રત્નમ અને તથાગત સેનગુપ્તાને બે પોલીસ વાનમાં બેસાડીને આખા હૈદરાબાદમાં ફેરવ્યા હતા અને આ રીતે તેઓ પર અત્યાચાર કર્યો હતો અને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા હતા અંતમાં સાંજ સુધી, તેમના ઠેકાણા વિશે કોઈ સમાચાર હતા નહીં. તેઓ માત્ર સાત દિવસ પછી જામીન પર બહાર આવ્યા હતા. રોહિતના મૃત્યુ માટે જવાબદાર આરોપીને જેલમાં ધકેલવા અંગે કોઈ પ્રશ્ન જ ના ઉઠાવાયા પણ જેઓએ ન્યાય માટે માગ કરી તેઓને જેલ ભેગા કરાયા હતા આટલું ઓછું હોય તેમ જે પ્રોફેસરોની ધરપકડ કરવામાં આવી હતી તેઓને પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓએ યુનિવર્સિટીના દરવાજાની બહાર એક અનિશ્ચિત વિરોધ નોંધાવ્યો તો કેટલાક પ્રગતિશીલ સંસ્થાઓના કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા અને અપ્પા રાવ પર તેમનું સસ્પેન્શન પાછું લેવા દબાણ કર્યું હતું. સ્મૃતિ ઈરાની, જેઓ એક વિવાદાસ્પદ પ્રધાન છે અને માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે દાવાપૂર્વક યોગ્યતા વિનાના સૌથી મહત્ત્વપૂર્ણ મંત્રાલયના વડા તરીકે જાણીતા છે તેઓએ પોતાની અને પોતાના મંત્રાલયની ક્રિયાઓ વાજબી ઠેરવવા સંસદમાં તેમની થિયેટર કુશળતા પ્રદર્શિત કરી હતી.
જે થયું તેના પર દિલગીરી વ્યક્ત કરવાને બદલે, તે આક્રમક બની અને રોહિતના ન્યાય માટે ઉશ્કેરાયેલ લોકો પર હુમલો કર્યો. આ ઉપરાંત રોહિતની જાતિ પૂછપરછ કરીને મુદ્દો બદલવાના કદરૂપા પ્રયાસો કરાયા હતા પણ જો તેની દલિતતા પુરવાર થાય તો તેને તાત્કાલિક ન્યાય મળશે ? અને તેનો અભાવ હશે તો અપરાધીનો અપરાધ ઘટી જશે ? આશરે ૬૦૦ લોકો જેમાં દલિતો ઘણા હતા તેઓએ તેલંગણા રાજ્યના સંપૂર્ણ બળ સામે પોતાની જાતિ સાબિત કરવા માટે જીવ આપ્યા છે.
રોહિત પાસે દલિત તરીકે જાતિ પ્રમાણપત્ર કબજામાં હતું અને તેઓ એક દલિત તરીકે મૃત્યુ પામ્યા હોવા છતાં તેલંગણા વહીવટી શાસને એક ગપગોળો ચલાવ્યો કે તેઓ એક દલિત નહીં પણ વાડેદરા હતા અને આ અફવા એટલી બધી ફેલાય ગઈ કે તેના કુટુંબે તે ખરેખર દલિત છે તેવું સાબિત કરવા રોહિતને ગુમાવ્યાની પીડા સાઇડમાં કરી દીધી હતી. સદનસીબે સરકારની બધી યોજના નિષ્ફળ ગઈ અને આખરે રોહિતની દલિતતા સાબિત થઈ ગઈ પરંતુ જેવી આપણને અપેક્ષા હતી એમ તેનાથી અપરાધીઓની સ્થિતિમાં કોઈ ફરકના પડ્યો.
ગુજરાતમાં ગુંડાગીરી
૧૧ જુલાઈના રોજ ગૌરક્ષા સમિતિ તરીકે પોતાને ઓળખાવતા શિવસેનાના પુરુષોના એક ગ્રુપે દલિત પરિવાર પર ખૂબ અત્યાચાર ગુજાર્યો હતો ઉનામાં મૃત ગાયની ચામડી ઉતારવાના તેના જાતિ-વિધિવત વ્યવસાય મુજબ તેઓએ એક મરેલી ગાયની ચામડી ઉતારતા હતા. આ કિસ્સો ગુજરાત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામની છે. ગાયની કતલનો આરોપ મૂકીને આખા પરિવારને ઢોરમાર માર્યા બાદ તેઓએ પરિવારના ચાર યુવાનોને ઉપાડી લીધા હતા. તેઓને કમર સુધી કપડાં કાઢીને દોરડાથી બાંધીને ઉના નગર સુધી ખેંચીને લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને પોલીસ મથકની સામે જ જાહેરમાં બધાની વચ્ચે કલાકો સુધી ઢોરમાર મરાયો હતો.
અપરાધ કરનારાઓને વિશ્વાસ હતો કે તેઓ પર કાર્યવાહી નહીં થાય આથી તેઓએ પોતાના આ ઘૃણાસ્પદ કૃત્યનું ફિલ્માંકન કર્યું અને વીડિયો પ્રકાશિત કર્યો આ વીડિયોને કારણે ગુજરાત ભરમાં દલિતોએ આંદોલન કર્યા અને વિશાળ વિરોધ થયો તેમ છતાં ગુજરાત રાજ્યમાં દલિતો ચિંતિત થઈ ગયા એ સ્થિતિ સુધીનું નિર્માણ ક્યારેય નહોતું થયું વ્યાપક રીતે કહીએ તો દલિતો પર આવા નિર્લજ્જ અત્યાચારોમાં સૌથી પહેલો અત્યાચાર હતો.
આ અત્યાચારના વિરોધમાં સ્વયંભૂ રીતે રાજ્યભરમાં વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. લગભગ ૩૦ જેટલા દલિતો આત્મહત્યા કરવા અને તેમના સમુદાય માટે અન્યાયને ખુલ્લા કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી વધારે ભયંકર બાબત એ હતી કે ઘણે ઠેકાણે કલેક્ટર ઓફિસ અને અન્ય સરકારી કચેરી આગળ મૃત પશુઓના ઢગલા કરવામાં આવ્યા હતા. દલિતોએ હવે મડદાને ઉપાડીને તેમની ચામડી લેવા અંગે તેમનું પરંપરાગત કામ બંધ કરી દીધું છે.
૨૮ જુલાઈના રોજના ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, દલિતોએ આ કામ બંધ કરી ડેટા બધી જગ્યા એ રોગચાળો ફેલાવાનો દર ઊભો થયો છે. ગુજરાતમાં પશુપાલન વિભાગના આંકડા મુજબ,૧૦% મૃત્યુ દર ધરાવતી લગભગ એક કરોડ ગાય અને ભેંસ ગુજરાતમાં છે. એટલે કે દરેક દિવસે ૨,૭૪૦ પ્રાણીઓ સમગ્ર રાજ્યમાં મૃત્યુ પામે છે પરંતુ ગમે ત્યાં આનાથી દુર્ગંધ ફેલાઈ શકે છે અને જાહેર જનતાને આનાથી તકલીફનો સામનો કરવો પડી શકે છે. ગાય રક્ષણના સંગઠકો અને કાર્યકરોએ સ્વીકાર્યું કે તેઓ સમસ્યા વિશે પરિચિત ન હતા અને તેઓ મડદા પરના નિકાલના માર્ગો વિચારી રહ્યા છે.
આંબેડકરના વારસાનો વિનાશ
૨૫ જૂનના રોજ મોડી રાત્રે અને વહેલી સવારની વચ્ચે સેંકડો ગુંડાઓ આંબેડકરવાદી બનીને આવ્યા હતા, અને તેઓએ એક નિવૃત્ત અધિકારી, જેને તેની નિવૃત્તિ પછી મુખ્ય માહિતી કમિશનરની સરસ પોસ્ટ મળી ગઈ છે તે રત્નાકર ગાયકવાડના ઇશારે પ્રખ્યાત આંબેડકર ભવન અને આંબેડકરનું દાદરનું પ્રેસ તોડી પાડ્યું હતું. આ પ્રેસ એક ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે અને તેની સાથે બાબાસાહેબ આંબેડકરની યાદો જોડાયેલ છે. તેમના મહત્ત્વપૂર્ણ સમાચાર પત્રો, જનતા અને પ્રબુદ્ધ ભારત, બંને અહીં છાપવામાં આવતા હતા અને અહીથી જ પ્રકાશિત પણ કરવામાં આવતા હતા. આ ઉપરાંત આ સ્થાન ૧૯૪૦થી આંબેડકરવાદીઓના ચળવળનું એક કેન્દ્ર હતું અને જે તેમના મૃત્યુ પછી પણ એક કેન્દ્ર બની રહ્યું હતું. જમીન સંઘર્ષ, બીજા વિવાદ અને નામાંતર સંઘર્ષ જેવા આંદોલન અને વિરોધ પ્રદર્શનોનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું.
અન્ય એક માળખું, આંબેડકરભવન, જે ઊંધા ‘યુ’ આકારનું હતું અને ૧૯૯૦માં બાંધવામાં આવ્યું હતું. આ બે માળખા કે માળખાકીય રીતે જોખમકારક છે એવી વાર્તા પણ ગાયકવાડ દ્વારા ઘડી કાઢવામાં આવી હતી અને ધ્વંસ સમયે તેઓની અનુપસ્થિતિ દર્શાવવામાં આવી હતી. લોકો આ નૃશંસ કૃત્ય પછી દિગ્મૂઢ હતા પણ તેનાથી વધુ તેઓ તેમની બેશરમ હિંમત અને ઘમંડી સંરક્ષણ બહાના માટે ગુસ્સામાં હતા. જો કે આ ઘટના પહેલાની અને પછીની અનેક વાતો જાહેર કરે છે કે તેઓ માત્ર રાજ્યમાં ભાજપના વડાઓએ માટે એક કઠપૂતળી બનીને કામ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ ટ્રસ્ટની આ વિવાદાસ્પદ મિલકતથી સારી રીતે પરિચિત હતા. તેઓએ સૂચિત ૧૭ માળના આંબેડકર ભવન માટે ભૂમિપૂજન પણ કરી લીધું હતું. (હાસ્યજનક રીતે કોઈ અન્ય જગ્યાએ) અને તેના માટે ૬૦ કરોડના અનુદાનની પણ જાહેરાત કરી હતી. ૨૫મી જૂનના રોજ જે થયું તે એક બેશરમ કૃત્ય હતું એ ગાયકવાડને જાહેરમાં સ્વીકારવાની ફરજ પડી હતી. ફોજદારી અધિનિયમ મુજબ તેમની ધરપકડ કરવામાં આવવી જોઇએ, પરંતુ તેમની બંધારણીય સ્થિતિ અને ખોટી અનુપસ્થિતિના કારણે આ શક્ય બની શક્યું નહીં.
ગાયકવાડ અને ભાજપ સરકારના આ દુરાચરણથી ગુસ્સે ભરાયેલ લોકોએ એક મોટા વિરોધ મોરચાનું ૧૯ જુલાઈના રોજ મુંબઈમાં આયોજન કર્યું હતું. આ આખી ઘટનામાં દેખીતી રીતે દલિતો વચ્ચેનું વર્ગ વિભાજન ખુલ્લું પડી ગયું હતું. દલિત ડાયસ્પોરા અને બૌદ્ધ સાધુઓ, જે દલિત અમલદાર પાસેથી મેળવેલ ખોટા પૈસાથી આરામથી રહે છે તેઓએ અને ઉચ્ચ મધ્યમ વર્ગના દલિતોએ ગાયકવાડને ટેકો આપ્યો હતો, જ્યારે દલિતોની એક વિશાળ બહુમતીએ ગુસ્સામાં ગાયકવાડની ધરપકડ કરવાની માગણી કરી હતી. બાબાસાહેબ આંબેડકરના ત્રણ પૌત્રો સામાન્ય રીતે સ્વતંત્ર રહ્યા છે અને તેઓએ કોંગ્રેસ કે ભાજપને ટેકો આપવાનો ઇન્કાર કર્યો છે.
રાજકીય રીતે તેઓએ લોકોના આ સંઘર્ષને લોકોનું વલણ જોઈને આધાર આપ્યો છે. જો કે એ પ્રમાણમાં નબળો છે. ગમે તેમ પણ, તેઓ આજે નિશ્ચિતપણે હિન્દુત્વ દળોના વિરુદ્ધ એવા આંબેડકરવાદનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પગલું ભાજપની છબી માટે એક ડાઘ છે. મધ્યમ વર્ગના દલિતોના એક વિભાગે છૂપી રીતે આ કાર્ય પરિપૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું એવું કહેવામાં આવી રહ્યું છે. તેઓ ધીમે ધીમે એવો પ્રચાર કરે છે કે બાબાસાહેબ આંબેડકરના વારસદારએ આંબેડકરવાદી નથી પરંતુ તેઓ માઓવાદીઓના સમર્થકો છે. ઓછામાં ઓછું એક દલિત મુખપત્ર ‘મહાનાયક’ છેલ્લા પાંચ વર્ષથી આ ગપગોળો ફેલાવી રહ્યું છે અને આ ઇમારતો તોડી પાડવાના નાટક દ્વારા ભાજપ પણ એ જ ઉદ્દેશ હાંસલ કરવા માગે છે, ગાયકવાડે આંબેડકરના ત્રણ પૌત્રો અને તેમના પિતા, યશવંતરાવ આંબેડકરને આ જમીન અયોગ્ય રીતે પચાવી પાડનાર અને ગુંડાઓ તરીકે ઓળખાવે છે.
આંબેડકર ભવનનું પતન કરવું અને આંબેડકરના કુટુંબની છબી મલીન કરવાના કારણે સમગ્ર દેશમાં જે રોષ ફૂટી નીકળ્યો છે તે અવગણીને ભાજપ સરકાર દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ગાયકવાડે આ પહેલાં પણ આવા કાર્યો કાર્ય હતા. સરકારનો અભિગમ અને જે રીતે પોલીસ અને રાજ્ય તંત્ર વર્તી રહ્યું છે તેના દ્વારા એ સમજી શકાય તેવું સ્પષ્ટ છે.
દલિત હનુમાનોની નિર્લજ્જતા
ભાજપે દલિતોના રામને ‘હનુમાન’માં પરિવર્તન કરવામાં સફળતા મેળવી છે અને અમુક કહેવાતા દલિત બૌદ્ધિકો પણ ભાજપનો મંત્ર જપે છે. ગુજરાતમાં દલિત યુવાનોને જાહેરમાં ફટકારવામાં આવ્યા અને એ પછી દેશભરમાં આ અત્યાચારના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા હતા એ દરમિયાન આવા જ એક દલિત ‘હનુમાન’ દ્વારા શરમજનક રીતે એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં દલિતો પર વધુ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એવું ન કહી શકાય. તેમણે પોતાની ભાજપની ગુલામી અને બૌદ્ધિક બેઈમાની સાથે અને નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યૂરો (એનસીઆરબી)ના ગુનાના ખોટા આંકડા આપીને આ આંકડાના સંદર્ભમાં એવું સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય બિન-દલિત પેનલના લોકો ન્યાયપૂર્વક ગુજરાતમાં અત્યાચાર વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ભાજપની કઠપૂતળીએ એવી દલીલ કરી હતી કે ગુજરાત રાજ્યની સ્થિતિ જાતિ આધારિત અત્યાચાર માટે ઘણા અન્ય રાજ્યો કરતાં વધારે સારી હતી.
હકીકતમાં ગુજરાત દલિતો પર થતાં અત્યાચારના બનાવની દૃષ્ટિએ દેશના ટોચના પાંચ રાજયોમાં ક્રમ ધરાવે છે. ૨૦૧૩માં, જ્યારે નરેન્દ્ર મોદી ‘વાઈબ્રન્ટ ગુજરાત’નું મંત્ર આપીને સામાન્ય ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા હતા અને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો એ દરમિયાન આગામી ગુજરાતમાં અનુસૂચિત જાતિ (એસસી)ની એક લાખની વસ્તી દીઠ અત્યાચારની સંખ્યા ૨૯.૨૧ હતી અને તેના અગાઉના વર્ષોમાં તે ૨૫.૨૩ હતી અને જે આ અત્યાચારની દૃષ્ટિએ દેશના ચોથા સૌથી ખરાબ રાજ્યના સંકેત આપે છે.
ભૂતકાળમાં એનસીઆરબી ભૂલથી અત્યાચારના બનાવોનો દર કુલ વસ્તીના લાખ દીઠ ગણતી હતી. હવે માત્ર ૨૦૧૨થી જ આ દર અનુસૂચિત જાતિની વસ્તીના એક લાખ મુજબ કાઢવામાં આવે છે. જીઝ્ર સામે થતાં ગુનાનો દર એનસીઆરબીના કોષ્ટકોમાં આપવામાં આવ્યો છે ચોક્કસ આધાર માટે કદાચ સુધારાની જરૂર હોય શકે છે, પરંતુ આ રાજ્યોમાં દલિતો વિરુદ્ધ થતી હિંસામાં ગુજરાતનો ક્રમ બદલવાની શક્યતા નથી. હત્યા અને બળાત્કાર જેવા અત્યાચારના મુખ્ય વર્ગની દૃષ્ટિએ પણ ગુજરાત સૌથી ખરાબ રાજ્યો પૈકીનું એક છે. અહીં આપેલ ટેબલ નંબર એકમાં ગુજરાત દલિતો સામે ગુનામાં ટોચના ક્રમમાં આવે છે અને તે બતાવવા માટે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ના આ આંકડા ભારતના મુખ્ય રાજ્યોમાં દલિતો સામે અત્યાચારના દર પૂરા પાડે છે.
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે હત્યાના દરની દૃષ્ટિએ ગુજરાત ૨૦૧૨માં, ઉત્તરપ્રદેશ (૦.૫૭) અને મધ્યપ્રદેશ (૦.૭૮) સિવાય તમામ રાજ્યોમાં આગળ હતો અને ૨૦૧૩માં રાજ્યની સ્થિતિ સૌથી ખરાબ હતી. આમ ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં ૨૦૧૨માં એસસી સામે બળાત્કારના ગુનાના દરમાં છત્તીસગઢ (૩.૮૬), હરિયાણા (૨.૭૯), કેરળ (૬.૩૪), મધ્યપ્રદેશ (૬.૭૫) અને રાજસ્થાન (૩.૪૪) સિવાયના રાજ્યોમાં ગુજરાતનો દર વધારે હતો. વર્ષ ૨૦૧૩માં આ સ્થિતિ વધુ ખરાબ હતી, જ્યારે ગુજરાત કેરળ (૭.૩૬), મધ્ય પ્રદેશ (૭.૩૧), હરિયાણા (૫.૪૫) અને રાજસ્થાન (૫.૦૧) પછી પાંચમા ક્રમે હતો.
મોદીના મગરના આંસુ
અહેવાલ છે કે નરેન્દ્ર મોદીને ઉનાની ઘટના વિશે જાણવા મળતા તેઓ ખૂબ જ દુઃખી થયા છે કે આવા અત્યાચાર પ્રથમ વખત તેમના ‘મોડેલ’ ગુજરાતમાં બની રહ્યા છે. પણ મોદી એ ભૂલી જાય છે કે સપ્ટેમ્બર ૨૦૧૨માં, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ એક નાના શહેર થાનગઢમાં ત્રણ દલિત યુવકોની મોદીની પોલીસ દ્વારા સતત બે દિવસ (૨૨ સપ્ટેમ્બર અને ૨૩, ૨૦૧૨)ના રોજ હત્યા કરવામાં આવી હતી ત્યારે તેઓ મૌન રહ્યા હતા અને તેમણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. જો કે તેઓ આ ઘટનાથી ભાગ્યે જ ૧૭ કિ.મી. દૂર હતા અને વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા.
ભરવાડ સમુદાય અને દલિતો વચ્ચે થયેલ એક નાની અથડામણ પછી ભરવાડોએ એક દલિત યુવકને માર માર્યો હતો અને એ પછી વિરોધ કરી રહેલા દલિતો પર ૨૨ સપ્ટેમ્બરના રોજ પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં ૧૭ વર્ષીય પંકજ સુમરા ઘાયલ થયો હતો જેનું પાછળથી રાજકોટની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ મૃત્યુના સમાચાર પછી દલિતો શેરીઓમાં આવી ગયા હતા અને એવી માગણી કરી હતી કે આ મૃત્યુ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવે. એ પછીના દિવસે, પોલીસે ફરીથી વિરોધ પ્રદર્શન કરી રહેલા દલિતો પર ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ દલિત યુવાનો ઘાયલ થયા હતા. જેમાંથી મેહુલ રાઠોડ (૧૭) અને પ્રકાશ પરમાર (૨૬) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. આ હત્યા ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં થઈ હતી અને સમગ્ર રાજ્યમાં આઘાત ફેલાયો હતો. એ પછી ચાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, અને તપાસ સીઆઇડી (ક્રાઇમ)ને સોંપી દેવામાં આવી હતી. જો કે, પોલીસ સામે દાખલ કરવામાં આવેલ ત્રણ એફઆઈઆર છતાં, ચાર્જશીટ માત્ર એક કેસમાં દાખલ કરવામાં આવી હતી અને એ ઉપરાંત એક આરોપી બી.સી. સોલંકીની તો ધરપકડ પણ કરવામાં આવી ન હતી. ગુજરાતના દલિત સમુદાય પર કરવામાં આવેલા દમનનો એક લાંબો ઇતિહાસ છે. અને વસ્તીની દૃષ્ટિએ ૧૬.૬ ટકાની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ગુજરાતમાં માત્ર દલિતોની વસ્તી ૭.૧ ટકા જ છે અને તેઓ મોટે ભાગે રાજકીય રીતે નિષ્ક્રિય રહ્યા છે તાજેતરના ઇતિહાસમાં, ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં દલિત પેન્થર્સ સેના ઊભી થઈ હતી એ પછી ૧૯૮૧માં આરક્ષણ વિરોધી રમખાણો દ્વારા ગુજરાત ભડકે બળ્યું હતું અને એ પછી પ્રથમવાર આંબેડકર જયંતિની ઉજવણી રાજ્યના તમામ ભાગોમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ જાગૃતિ અલ્પજીવી સાબિત થઈ હતી.
જ્યારે ભાજપને દલિતોનું ચૂંટણી માટે મહત્ત્વ સમજાયું ત્યારે ભાજપે તેમને મનાવવાનું શરૂ કર્યું, અને તેઓ સરળતાથી માની પણ ગયા હતા અને ૧૯૮૬ની જગન્નાથ રથયાત્રામાં પણ ભાગ લીધો હતો. બાદમાં આ દલિતોએ ખાસ કરીને ૨૦૦૨ના ગોધરાકાંડમાં મુસ્લિમ વિરોધી હત્યાકાંડ દરમિયાન ભાજપના પાયાના સૈનિકો તરીકે કામ પણ કર્યું હતું. જો કે, એ પછી પણ તેમના માટે કશું બદલ્યું નથી. તેઓ ભેદભાવ, અપમાન, શોષણ અને અત્યાચારનો સતત ભોગ બનતા રહ્યા છે અને અત્યાચારના એક ભાગીદાર તરીકે રાજ્ય સરકાર છડેચોક અથવા છૂપી રીતે દલિત વિરોધી કૃત્યોને આધાર આપવાનું પૂરજોશમાં ચાલુ રાખ્યું છે. તાજેતરના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે તમામ એટ્રોસિટીના કિસ્સાઓમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા તો ૩૬.૬ ટકા કિસ્સા એટ્રોસિટી અધિનિયમ હેઠળ નોંધાયેલ ન હતા અગાઉ, સામાજિક ન્યાય માટે અમદાવાદ સ્થિત કાઉન્સિલે ખાસ એટ્રોસિટી કોર્ટ દ્વારા ૪૦૦ આ એક્ટ હેઠળ એક દાયકા પર વિતરિત ચુકાદાનો અભ્યાસ કર્યો હતો અને આવી કોર્ટ ૧ એપ્રિલ, ૧૯૯૫થી રાજ્યમાં ૧૬ જિલ્લાઓમાં સુયોજિત થઈ હતી. પણ પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને નબળી કાર્યવાહી થતી જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ છે ગુજરાતના દલિત અત્યાચાર કેસમાં ગુનેગારને સજા દર વખતે છ ગણી ઓછી થઈ છે. ૨૦૧૪ (તાજેતરની ઉપલબ્ધ માહિતી)માં ગુજરાતમાં એસ.એસ.સી. સામે ગુનાઓ ૨૮.૮% સામે માત્ર ૩.૪% સામે આવ્યા હતા. એટલે કે, સમગ્ર દેશમાં દર આઠમાંથી એક કેસમાં ગુનેગારને સજા થાય છે. એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે અસ્પૃશ્યતાની પ્રથા રાજ્યમાં પ્રબળ છે. તાજેતરના દેખાવોની સાંકળ નવી દલિત જાગૃતિ સૂચવે છે. એક તરફ ભાજપની બેઈમાની અને કોંગ્રેસ દ્વારા આંબેડકર માટે સ્મારકો પોતપોતાની જગ્યાએ છે જ્યારે ભાજપ આગળ ધપીને પોતે મોટા આંબેડકર ભક્ત હોવાનું સૂચવે છે અને બીજીબાજુ એકદમ તેના શ્રેણીબંધ દલિત વિરોધી કૃત્યો દ્વારા ખુલ્લાપણ રહે છે. આ સમયે દલિતોએ સમજવાનું છે કે તેઓએ શું કરવાનું છે ? આ સમયે ઝડપી ઉત્તરાધિકારમાં આવા બનાવો ભાજપનું વાસ્તવિક દલિત વિરોધી પાત્ર તેમને ગમતું હોય તેવું લાગે છે. તેમ છતાં હિન્દુત્વ શિબિર દ્વારા તાજેતરમાં હિન્દુ રાષ્ટ્રની તેમની કાર્યસૂચિ પૂર્ણ કરવા દલિત મતો નિર્ણાયક હોવાનું મહત્ત્વ સમજાવાયું છે પણ તેમની વચ્ચે ઐતિહાસિક અને વૈચારિક વિરોધાભાસ સરળતાથી ઉકેલાયો નથી. હિન્દુત્વ દળો તેની દલિત વિરોધી ફેણ ફૂલાવીને ભાજપને આગામી ચૂંટણીમાં ગરમી આપવા બંધાયેલ છે.
(મહારાષ્ટ્રમાં લોકશાહી અધિકારોના રક્ષણ માટે સમિતિના જનરલ સેક્રેટરી) (સૌ. : સબરંગ ઈન્ડિયા. કોમ)