દલિત ઈન્ટેલેક્ચ્યુઅલ કલેક્ટિવનું કહેવું છે કે, જાતિગત હિંસાને રોકવા માટે યોજના ચૂંટણી ઢંઢેરો હોવો જોઈએ

(એજન્સી) તા.ર૦ દલિત ઈન્ટેલેક્ચ્યુઅલ કલેક્ટિવે મંગળવારે એક નિવેદન જારી કરી રાજ્યના રાજનૈતિક દળોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં દલિતોની વિરૂદ્ધ જાતિ અત્યાચારને સમાપ્ત કરવા માટે યોજનાઓને સામેલ કરવાનો આગ્રહ કર્યો. સામાજિક મુદ્દાઓને ઉઠાવવાના એક મંચ તરીકે ચૂંટણીના મહત્ત્વ પ્રકાશ નાખતા સામૂહિકે દલિતોની વિરૂદ્ધ અત્યાચારોની સતત ઉપેક્ષાને સંબોધિત કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. જાતિગત હિંસા માત્ર કાયદાકીય-વ્યવસ્થાની સમસ્યા તરીકે નકારવી જોઈએ. ઉપરાંત તેને એક રાજનૈતિક મુદ્દા તરીકે જોવું જોઈએ, જે માટે રાજનૈતિક સમાધાનની જરૂરત છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દુઃખ આ વાતનું છે કે, રાજનૈતિક પક્ષ કાં તો નિષ્ક્રિય છે અથવા તેમના પ્રતિ રક્ષિત છે. નિવેદનબાજીની ટીકા ઉપરાંત કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સામૂહિક રાજનૈતિક પક્ષોને દલિતોની વિરૂદ્ધ અત્યાચાર કરનારા અને જાતિગત ગૌરવ અને ઘૃણાને પ્રચાર કરનારાઓથી અંતર બનાવવાનો પણ આગ્રહ કર્યો. રાજનૈતિક દળોએ અત્યાચારના સ્થળોની મુલાકાત લેવી જોઈએ અને પીડિતોની સાથે એકજૂથતા દર્શાવવી જોઈએ. દરેક રાજનૈતિક દળને જાતિવાદી હિંસાને સમાપ્ત કરવા માટે પાર્ટીની અંદર ચર્ચા કરવી જોઈએ અને સરકારે યોગ્ય ઉપાયોની ભલામણ કરવી જોઈએ. દરેક પાર્ટીએ આત્મસન્માન આંદોલનને ફરી જીવંત કરવા માટે પગલાં ભરવા જોઈએ. વ્યક્તિઓ અને સંસ્થાઓમાંથી ઉપનામ હટાવવું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks