દલિત કિશોર પર હુમલો અને જાતિવાદી ટિપ્પણી : ૧૪ વર્ષના છોકરાને બકરાં ચરાવવા બદલ માર મારવામાં આવ્યો, કપડાં ફાડી નાખવામાં આવ્યા; પોલીસમાં ફરિયાદ દાખલ

(એજન્સી)                 તા.૩
કાનપુરના મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શીખટિયા ગામમાં દલિત કિશોર પર હુમલો અને જાતિવાદી ટિપ્પણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નાનકા ધાનુકનો ૧૪ વર્ષનો પુત્ર રાજ ગામની સીમમાં બકરા ચરાવવા ગયો હતો. તે જ ગામના રાજુ ગોસ્વામીનો પુત્ર અમન ત્યાં હાજર હતો. લાકડીથી હુમલો કરવામાં આવતા કિશોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અમને કિશોર પર જાતિવાદી ટિપ્પણીઓ કરીને દુર્વ્યવહાર કર્યો અને તેને ત્યાંથી ભાગી જવાનું કહ્યું. કિશોરે વિરોધ કર્યો ત્યારે તેણે તેને થપ્પડ મારી અને તેના કપડાં ફાડી નાખ્યા. લોકોએ દરમિયાનગીરી કર્યા બાદ, અમન ત્યાંથી ચાલ્યો ગયો. બાદમાં, જ્યારે કિશોર બકરી લઈને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અમનના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે કિશોરના પગમાં લાકડીથી માર માર્યો હતો. આ હુમલામાં કિશોરને ઈજાઓ થઈ હતી. પીડિત કિશોર તેના પિતા સાથે ફરિયાદ નોંધાવવા માટે આરોપીના ઘરે ગયો હતો. ત્યાં પણ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને લાકડીઓ લઈને તેમની પાછળ પડ્યા હતા. પીડિતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો તે ન્યાય માટે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરશે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts