દલિત ખેડૂત હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ : સુલતાનપુર પોલીસ દ્વારા છઠ્ઠા દિવસે ધરપકડ, હત્યામાં વપરાયેલી લાકડીઓ મળી આવી

(એજન્સી)                તા.૯
સુલતાનપુરના દોસ્તપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સુહરપુર ગામમાં દલિત ખેડૂતની હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, ક્રાઈમ ઈન્સ્પેક્ટર સંજય કુમાર વર્માની ટીમે સંસારપુર વળાંક પરથી રામ સજીવન વર્માને ઝડપી પાડ્યો હતો, આરોપી પાસેથી હત્યામાં વપરાયેલી લાકડીઓ અને સળિયા પણ મળી આવ્યા છે. મૃતકની પત્ની અમરાવતીની ફરિયાદના આધારે, એક નામાંકિત અને પાંચ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અમરાવતીએ જણાવ્યું કે રામ સજીવન વર્મા અને તેના ૪-૫ સાથીઓ તેના ઘરે આવ્યા હતા. તેઓ લાકડા લાદવાના બહાને રામ ખિલાડી અને મોતીલાલને પોતાની સાથે લઈ ગયા.બે લોકો પર લાકડીઓ વડે હુમલોપોલીસના જણાવ્યા અનુસાર, રામ ખિલાડી અને મોતીલાલ ખેતરોની રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા બે લોકોએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો. રામ ખિલાડીના માથા પર લાકડી વાગવાથી તેનું મૃત્યુ થયું. મોતીલાલને પણ  લાકડીઓથી ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘાયલ રામ ખિલાડીને દોસ્તપુર સીએચસી લઈ જવામાં આવ્યા. ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારના સભ્યોએ વહીવટીતંત્ર સમક્ષ પાંચ માગણીઓ મૂકી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts