દલિત છોકરીઓ રાજધાનીમાં પણ સુરક્ષિત નથી : સપા

(એજન્સી)        લખનૌ, તા.૨૫  
સમાજવાદી પાર્ટીની બાબા સાહેબ આંબેડકર વાહિનીના રાષ્ટ્રીય મહાસચિવ રામ બાબુ સુદર્શને કહ્યું કે, રાજધાની લખનૌમાં પણ દલિત છોકરીઓ સુરક્ષિત નથી. રાજ્યમાં એવો કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં દલિતો અને વંચિતો પર અત્યાચાર અને અન્યાયની ઘટનાઓ દરરોજ ન બને. તેમણે કહ્યું છે કે, ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. દબંગ અને અસામાજિક તત્વોના અંદરથી કાયદાનો ડર ગાયબ થઈ રહ્યો છે. રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે. ભાજપ દલિતો અને ગરીબોનો દુશ્મન બની ગયો છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts