દલિત પતિ સાથે રહેવાની જીદ ધરાવતી મહિલાની પિતાએબાંદા પોલીસ સ્ટેશનમાં ‘છરીના ઘા’ મારીને હત્યા કરી નાંખી

ગુના સમયે હાજર રહેલી પત્નીની ફરિયાદ પર FIR દાખલ થયા બાદ ૫૫ વર્ષીય આરોપીની ધરપકડ

(એજન્સી) તા.૧૫
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ૧૯ વર્ષીય એક મહિલાની તેના પિતાએ કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરી હતી, જ્યારે તેણીએ તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરેલા પુરુષ સાથે રહેવાનો નિર્ણય ફરીથી લીધો હતો. પીડિત મહિલા પછાત જાતિની હતી જ્યારે તેણીએ જે યુવક સાથે લગ્ન કર્યા હતા તે દલિત છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સત્ય કુમાર ચૌહાણ (૫૫)ની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બદૌસા પોલીસ સ્ટેશનમાં બની હતી, જ્યાં મહિલા, શિવાની ચૌહાણ, તેના પડોશી લલિત વર્મા (૨૦) સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા પછી પોલીસ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાની ૧૮ મેના રોજ લલિત સાથે ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ મધ્ય પ્રદેશમાં તેની સાથે લગ્ન કર્યા હતા. તેના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ, તેણીને શોધી કાઢવામાં આવી અને કાયદાકીય ઔપચારિકતાઓ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી, જેમાં તેણીનું નિવેદન નોંધવાનો પણ સમાવેશ થાય છે. “શોધાયા પછી, તેણી વારંવાર તેના માતાપિતાને મળવાનો આગ્રહ રાખતી હતી. તેના પરિવારને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો, જ્યાં તેઓ વાત કરી રહ્યા હતા અને પિતાએ કૃત્ય કર્યું ત્યારે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું,” સર્કલ ઓફિસર પ્રતિજ્ઞા સિંહે જણાવ્યું. બાંદા પોલીસ અધિક્ષક (જીઁ) પલાશ બંસલે જણાવ્યું હતું કે શિવાનીના પિતા, સત્ય કુમાર ચૌહાણ (૫૫) અને તેની માતા રન્નો પોલીસ સ્ટેશનમાં હતા. જોકે, લલિત અને તેનો પરિવાર હાજર ન હતા. પોલીસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ચૌહાણે અચાનક શિવાની પર હુમલો કર્યો હતો અને સ્થળ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરી તેને કાબુમાં લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં પીડિતાને ગંભીર ઈજાઓ થઈ હતી. શિવાનીને અટારાના એક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં બાંદા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને શરૂઆતમાં ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૧૦૯ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શિવાનીના મૃત્યુ પછી, પીડિતાની માતાની ફરિયાદ પર મ્દ્ગજીની કલમ ૧૦૩ (હત્યા) એફઆઈઆરમાં ઉમેરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts