દલિત મહિલાને થાંભલા સાથે બાંધીને બેરહેમીથી માર મારવામાં આવ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ગુરૂવારે રાત્રે કુર્નૂલ જિલ્લાના પેડદાકાડુબર મંડલના કલ્લુકુંટામાં ગ્રામજનોના એક જૂથે એક દલિત મહિલાને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી અને તેને નિર્દયતાથી માર માર્યો. સૂત્રોએ જણાવ્યું હતું કે, દલિત મહિલા ગોવિંદમ્માનો પુત્ર ઇરાન્ના થોડાં મહિનાઓ પહેલાં તે જ ગામની નાગા લક્ષ્મી સાથે ભાગી ગયો હતો પરંતુ તે અલગ જાતિનો હતો. પરિવારજનોએ તેમને લગ્ન કરવા દેવાનો ઇન્કાર કર્યા પછી બંનેએ આમ કર્યું. ભાગી છૂટ્યા બાદ છોકરીના માતા-પિતાએ પંચાયત બોલાવી, જેણે છોકરાના માતા-પિતાને ગામ છોડવાનો આદેશ આપ્યો. પરંતુ ગોવિંદમ્મા ગામમાં જ રહેવા લાગ્યા. જેના કારણે બંને જૂથો વચ્ચે અવારનવાર મારામારી થતી હતી. ગુરૂવારે રાત્રે, છોકરીના પરિવારના સભ્યોની આગેવાની હેઠળના એક જૂથે ગોવિંદમ્માના ઘરે દરોડો પાડ્યો, તેને ખેંચીને બહાર લઈ ગયો, તેને ગામમાં ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી દીધી અને પંચાયતના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ માર મારવાનું શરૂ કર્યું. દલિતો દ્વારા આપવામાં આવેલી માહિતીને પગલે, પેડદાકડુબર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગોવિંદમ્માને બચાવી હતી.
શુક્રવારના રોજ દલિત મહિલાની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પગલે દલિત સંગઠનોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts