દલિત મહિલા અને પુત્ર પર કથિત હુમલો, જાતિગત અપશબ્દોનો ભોગ બનવું પડ્યું, પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ

(એજન્સી)                   તા.ર૩
દલિત મહિલા રેશ્મા કાંબલેએ વિલે પાર્લેમાં ઉત્તર ભારતીય ગુપ્તા પરિવાર દ્વારા તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ચમાર સમુદાયમાંથી આવતી કાંબલે પર ગુપ્તા પરિવાર દ્વારા શારીરિક અને મૌખિક બંને રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ગુપ્તા પરિવારના ચાર પુરૂષો અને એક મહિલાએ તેને કહ્યું હતું કે, "તમે ચમાર સમુદાયમાંથી આવો છો અને તમારૂં કામ ભીખ માંગવાનું છે."કાંબલેએ હુમલા પછી એક વીડિયો રેકોર્ડ કર્યો હતો જે ઝડપથી ઓનલાઈન પ્રસરી ગયો હતો. કાંબલેએ તેના વીડિયોમાં જણાવ્યું હતું કે પરિવારે તેને અને તેના પુત્રને લગભગ ૧૫ મિનિટ સુધી એક રૂમમાં બંધ કરી દીધા હતા. ત્યારબાદ આરોપીએ તેના વાળ ખેંચીને હુમલો કર્યો અને તેની ગરદનને ઇજા પહોંચાડી. આરોપીના બે પુત્રો અને તેમની માતા દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેનો પુત્ર પણ ઘાયલ થયો હતો.કાંબલેએ કાર્યવાહીની માંગ કરવા માટે પોલીસનો સંપર્ક કર્યો. જોકે, પોલીસની હાજરી હોવા છતાં આરોપી પરિવારે કાંબલેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વીડિયોમાં, કાંબલેએ એમ પણ કહ્યું કે પોલીસ આરોપીના પક્ષમાં હતી અને તેની દલીલો પર ધ્યાન આપ્યું નહીં. તેણે કહ્યું, "પોલીસ આરોપીનો પક્ષ લઈ રહી હતી અને મને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો."

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts