દલિત મુંડન પીડિતોનો પ્રતિવાદી તરીકે સમાવેશ કરવાનો હાઇકોર્ટનો નિર્દેશ

(એજન્સી) તા.રપ
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે દલિત મુંડન કેસમાં પીડિતોને પ્રતિવાદી તરીકે સામેલ કરવા માટે નિર્દેશો જારી કર્યા હતા અને આ કેસની આગામી સુનાવણી ૧ મેના રોજ રાખી હતી. જસ્ટિસ એ.વેંકટ રવિન્દ્ર બાબુની આગેવાની હેઠળની સિંગલ જજની બેન્ચે અહીં એમએલસી થોટા ત્રિમૂર્તુલુ અને અન્ય આઠ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેચ પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં વિશાખાપટ્ટનમ જીઝ્ર અને જી્‌ વિશેષ અદાલત દ્વારા ૧૮ મહિનાની જેલની સજા ફટકારવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. પીડિતો દલિત સમુદાયના છે.
દલિત પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, સરથ ચંદ્ર અને એન.અશ્વની કુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કેસમાં દલિત મુંડન પીડિતોનો સમાવેશ જીઝ્ર, જી્‌ એક્ટની જોગવાઈઓ અનુસાર પ્રતિવાદી તરીકે કરવામાં આવ્યો નથી. તદનુસાર, કોર્ટે તેમની માંગણી ગ્રાહ્ય રાખી હતી અને સુનાવણી મુલતવી રાખી હતી .

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks