દલિત યુવકની હત્યાથી યુપીમાં ભારે રોષ, ભારેપોલીસ દળ તૈનાત, હાઇવે બ્લોક

ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં એક દુઃખદ અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના દોહરા ગામના ૨૬ વર્ષીય દલિત યુવાન રાહુલ સાગરને કેટલાક માણસોના જૂથે ક્રૂરતાથી માર માર્યો હતો. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધાં બાદ, રાહુલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. યુવકના મૃત્યુના સમાચાર ગામ અને આસપાસના વિસ્તારોમાં ફેલાતાં જ વ્યાપક ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રાહુલના મૃત્યુ બાદ, તેના પરિવારના સભ્યો અને ગ્રામજનોએ પોસ્ટમોર્ટમ હાઉસ સામે તેનો મૃતદેહ મૂકીને હાઇવે બ્લોક કરી દીધો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા અને ન્યાયની માંગ કરી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અધિકારીઓ લોકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉછીના પૈસા લેવાને કારણે હુમલો : પરિવારના સભ્યોનો આરોપ છે કે આ ઘટના ૧૪ જાન્યુઆરીએ બની હતી. રાહુલના પિતા પપ્પુએ જણાવ્યું હતું કે રાહુલ તેના સાળાના હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે ૩૦,૦૦૦ રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts