અલીગઢમાં દલિત યુવકો સાથે મારપીટના કેસમાં પીડિતો સામેના કેસ સામે સોમવારે સપા-બસપાના નેતાઓ એકસાથે જોવા મળ્યા, બંને પક્ષના નેતાઓએ દલિત સમુદાયના લોકો સાથે મળીને SSP ઓફિસ પર હલ્લાબોલ કર્યું હતું, આ પછી આરોપીઓ સામે કેસ દાખલ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું
(એજન્સી) તા.૩૦
યુપીના અલીગઢના લોઢા વિસ્તારમાં પ્રેન્ક વીડિયો બનાવી રહેલા દલિત યુવાનોના કપડાં ઉતારીને માર મારવાના કેસમાં કોઈ કાર્યવાહી ન થતાં દલિત સમુદાય ગુસ્સે ભરાયો હતો. સપા, બસપા અને ભીમ આર્મીના નેતાઓ ભેગા થયા અને ઘાયલ યુવક અને પીડિત પરિવાર સાથે એસએસપી ઓફિસ પર ધસી આવ્યા. તેઓએ તે સ્થળને ઘેરી લીધું અને હોબાળો મચાવ્યો. પોલીસ પ્રશાસન સામે ભારે વિરોધ પ્રદર્શન બાદ, પોલીસ બેકફૂટ પર આવી ગઈ હોય તેવું લાગ્યું. એસએસપીએ આરોપી યુવાનો સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો, ત્યારબાદ જ લોકો ત્યાંથી ચાલ્યા ગયા. પીડિતોના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ૩૦થી ૩૫ યુવાનો દ્વારા ત્રણ દલિત યુવાનોના કપડા ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમને માર મારવામાં આવ્યો હતો અને જાતિગત દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આરોપી યુવકે પોતે મારપીટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે પ્રૅન્ક વીડિયો બનાવનારા યુવાનોએ આઠમા ધોરણની વિદ્યાર્થીની પર શાળાએ જતા ટિપ્પણી કરી હતી. જ્યારે વિદ્યાર્થીનીએ બૂમ પાડી, ત્યારે ત્યાંથી પસાર થતા લોકોએ ત્રણેયના કપડાં ઉતારી દીધા અને તેમને નિર્દયતાથી માર માર્યો. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. શાંતિ ભંગ કરવા બદલ પોલીસે કાર્યવાહી કરી. જ્યારે મારપીટનો વીડિયો વાયરલ થયો, ત્યારે પોલીસે નાગલા કલારના રહેવાસી ત્રણ યુવાનો, છવિકાંત, રાહુલ અને પ્રદીપ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. મોડી રાત્રે, જાતિના આધારે યુવાનોને માર મારવાની અફવાના આધારે અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી. આનો વિરોધ કરવા માટે, સોમવારે બસપા નેતા સલમાન શાહિદ, સપા જિલ્લા પ્રમુખ લક્ષ્મી ધનગર પીડિત પરિવાર અને મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકો સાથે જીજીઁ કાર્યાલય પહોંચ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે જય ભીમ કહેવા બદલ યુવાનોને માર મારવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે વળતો કેસ દાખલ કર્યો. જ્યારે તેને માર મારનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મારપીટમાં ઘાયલ થયેલ યુવકો ગેટ પાસે જ સૂઈ ગયા હતા. લોકો મુખ્ય દરવાજામાંથી પ્રવેશવા માટે મક્કમ હતા. પરંતુ, પોલીસે તેમને રોક્યા હતા. આ પછી, તેઓ સૂત્રોચ્ચાર કરતા બળજબરીથી અંદર પ્રવેશ્યા. નેતાઓનો આરોપ છે કે પોલીસે ૫૦,૦૦૦ રૂપિયા લીધા પછી ત્રણેય યુવાનોને છોડી દીધા. તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું ન હતું. તેમણે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને અન્ય પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી. આરોપી યુવક સામે પણ કેસ દાખલ કરવાની ખાતરી મળ્યા પછી બધા માન્યા હતા. તે જ સમયે, એસએસપી સંજીવ સુમનના જણાવ્યા અનુસાર, યુવકને માર મારવાના કેસમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ આધારે, તેને માર મારનારા લોકો સામે કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાતિનો મુદ્દો નથી.