દલિત રહેવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પીવાના પાણીની ટાંકીમાં ગાયનું છાણ નાખવામાં આવ્યું

તમિલનાડુમાં ફરી એકવાર આવી અમાનવીય ઘટના બની છે, જેમાં લગભગ એક વર્ષથી વધુ સમયથી દલિત સમુદાયો દ્વારા ઉપયોગમાં લેવાતી
પીવાના પાણીની ટાંકીમાં માનવ મળને ફેંકવામાં આવતું હતું, જેથી ઘણા લોકો બીમાર થયા હતા અને પરિસ્થિતિ વધુ ભયાનક બની છે

(એજન્સી) તા.૩૦
એક અમાનવીય ઘટનામાં તમિલનાડુમાં દલિત સમુદાયના સ્થાનિક સભ્યોના પ્રાથમિક સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાતા પીવાના પાણીમાં ગાયનું છાણ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના ૨૫ એપ્રિલના રોજ પુદુક્કોટ્ટાઈ જિલ્લાના ગંદરવાકોટ્ટાઈમાં બની હતી. જ્યારે દલિત સમુદાયના ઘણા લોકો પાણી પીને બીમાર પડ્યા, ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પાણી પીનારા ઘણા બાળકોમાં ઝાડા અને ઉલ્ટી જેવી બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. મોટી ટાંકી સ્થાનિક રહેવાસીઓ માટે પીવાલાયક પીવાના પાણી માટે સંગ્રહ કરવાની સુવિધા હતી. ૨૦૧૪માં સંગમ વિદુથી પંચાયતની વસાહતમાં ૧૦,૦૦૦ લિટરની ક્ષમતાની ટાંકી બનાવવામાં આવી હતી.
એજન્સીના અહેવાલ મુજબ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રે સંગમ વિદુથીમાં ગુરુવંદન સ્ટ્રીટ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. જેથી દૂષિત પાણી પીધા પછી અસ્વસ્થતા અનુભવતા રહેવાસીઓને મદદ કરી શકાય.
અહેવાલો મુજબ આ વિસ્તારમાં મોટાભાગે આદિ દ્રવિદર સમુદાયના સભ્યો વસે છે. તેમાં લગભગ ૩૫ દલિત પરિવારો અને પાંચ ઉચ્ચ જાતિના હિંદુ પરિવારો રહે છે. પીએમકે (પટ્ટલી મક્કલ કાચી)ના સ્થાપક ડોક્ટર એસ રામદોસે કહ્યું કે, આ ઘટના અમાનવીય છે. તેમણે આ મુદ્દે તાકીદે પગલાં લેવાની પણ હાકલ કરી હતી. પંચાયત પ્રમુખ પેરૂમલની સાથે આવેલા અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે મહેસૂલ નિરીક્ષક પ્રિયદર્શિની અને VAOસુભા, કમિશનર પેરિયાસામીએ પાણીના સ્ત્રોતનું નિરીક્ષણ કર્યું હતું અને ગાયના છાણની હાજરીની પુષ્ટિ કરી હતી. કમિશનરે અધિકારીઓને પરીક્ષણ માટે પાણીના નમૂનાઓ એકત્રિત કરવા અને ઘટનાની તપાસ શરૂ કરવા સૂચના આપી હતી.
સ્થાનિક રહેવાસીઓને ખાતરી આપતા, કમિશનરે દૂષણ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતુ.
અહેવાલો મુજબ પાણીની ટાંકીને બ્લીચથી સાફ કર્યા પછી વાપરવા કહેવામાં આવ્યુ હતું. પીવાના પાણીનો સંગ્રહ કરવા માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી ન હોવાથી અસરગ્રસ્ત સમુદાયોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પડોશી ગામના જળાશયમાંથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઘટના ડિસેમ્બર ૨૦૨૨ની ભયાનક ઘટના જેવી જ છે, જ્યારે તમિલનાડુના વેંગાયવાયલ ગામમાં સ્થાનિક દલિત રહેવાસીઓના પીવાનું પાણી સાથે માનવ મળ ભેળવવાને પાણીને સાથે દૂષિત કરવામાં આવ્યુ હતું. ત્રણ બાળકોએ દૂષિત પાણી પીવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. આ ઘટનાએ રાજ્યને હચમચાવી નાખ્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને પણ ટિપ્પણી કરી હતી કે, આ ઘટના સમાજના કેટલાક ખિસ્સામાં જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતાના દૃઢતા તરફ નિર્દેશ કરે છે. ભારતભરના સમાજમાં અસ્પૃશ્યતા મજબૂત રીતે વણાયેલી હોય તેવું લાગે છે. તાજેતરના અહેવાલ મુજબ રાજસ્થાનના એક દલિત છોકરાએ હેન્ડપંપ પરથી પાણી પીવા જવાના પ્રયાસમાં તેણે અકસ્માતે ઉચ્ચ જાતિના માણસની ડોલને સ્પર્શ કરતા તેને મારવામાં આવ્યો હતો અને તેના પરિવાર સાથે મૌખિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
શુદ્ધતા અને પ્રદૂષણની આ કલ્પના દલિતો માટે હિંસાનું કારણ બની રહી છે અને તેમની મૂળભૂત સુવિધાઓ સુધી પહોંચતા અટકાવવાનું પણ કામ કરે છે. દાખલા તરીકે કર્ણાટકમાં તાજેતરમાં એક વસાહતના દલિત રહેવાસીઓના અહેવાલ મુજબ તેઓને તેમની જાતિના કારણે ગામના વહીવટકર્તાઓ દ્વારા પાણી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts