દલિત વ્યક્તિનું કસ્ટડીમાં મૃત્યુ, બેંગ્લુરૂ પોલીસ, પુનર્વસન કેન્દ્ર શંકાના ઘેરામાં

૨૬ નવેમ્બરના રોજ ૨૪ વર્ષીય દલિત વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું, જેને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો અને બાદમાં બેંગ્લુરૂના એક ખાનગી પુનર્વસન કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો

(એજન્સી) તા.૨૯
દર્શનની માતા આદિલક્ષ્મીએ વિવેકનગર પોલીસ કર્મચારીઓ અને યુનિટી ફાઉન્ડેશન પુનર્વસન કેન્દ્ર પર કસ્ટડીમાં હિંસા, ગેરકાયદેસર અટકાયત અને બેદરકારીનો આરોપ લગાવતી વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દારૂના વ્યસનનો ઇતિહાસ ધરાવતા દર્શનને ૧૨ નવેમ્બરના રોજ તેના નિવાસસ્થાન નજીક થયેલા કથિત ઝઘડા બાદ વિવેકનગર પોલીસે કસ્ટડીમાં લીધો હતો. ફરિયાદીનો દાવો છે કે વારંવાર વિનંતી કરવા છતાં પોલીસે તેને છોડ્યો ન હતો કે ન તેને મળવાની પરવાનગી આપી હતી. આદિલક્ષ્મીએ આરોપ લગાવ્યો કે સહાયક સબ-ઇન્સ્પેક્ટર પવન અને બે અન્ય પોલીસકર્મીઓએ સ્ટેશનની અંદર દર્શનને પાશવી માર માર્યો હતો, જેના કારણે તે ચાલી પણ શકતો ન હતો. બાદમાં, ૧૫ નવેમ્બરના રોજ, ફરિયાદીને જાણ કરવામાં આવી કે પોલીસે તેને મદનાયકાનાહલ્લી નજીક યુનિટી ફાઉન્ડેશન રિહેબ સેન્ટરમાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી. પોલીસના દબાણ પછી તેને અંદર જવા દેવા માટે ૨,૫૦૦ રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો કર્યો હતો. રિહેબ સેન્ટર દ્વારા પરિવારને દરરોજ કહેવામાં આવતું હતું કે દર્શન સ્વસ્થ થઈ રહ્યો છે. ૨૬ નવેમ્બરના રોજ, આદિલક્ષ્મીએ જણાવ્યું હતું કે પરિવારને ફોન આવ્યો હતો કે તેનું મૃત્યુ ‘શ્વાસ લેવામાં તકલીફ’ને કારણે થયું છે. જ્યારે પરિવાર સેન્ટર પર દોડી ગયો, ત્યારે લાશ ત્યાં નહોતી. તેમને નેલમંગલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને જાણ કરી કે દર્શનને મૃત હાલતમાં લાવવામાં આવ્યો છે. પરિવારને તેની છાતી, પીઠ, હાથઅનેપગ પર અનેક ઈજાના નિશાન જોવા મળ્યા,જેનાથીગંભીરશારીરિકહુમલાનીશંકાઊભીથઈહતી.ફરિયાદબાદ,મદનાયકાનાહલ્લી પોલીસે પવન, બે અનામી પોલીસકર્મીઓ અનેયુનિટી ફાઉન્ડેશનરિહેબસેન્ટરનામેનેજમેન્ટસામેSC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની અન્ય જોગવાઈઓહેઠળ કેસ નોંધ્યો હતો. પછી મૃતદેહને બેંગ્લુરૂની વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ડોકટરોએ ઘણી જૂની ઈજાઓનું દસ્તાવેજીકરણ કર્યું. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્ર, જે અનુસૂચિત જાતિનો સભ્ય હતો, તેનું મૃત્યુ ઉચ્ચ જાતિના પોલીસ કર્મચારીઓ દ્વારા કસ્ટડીમાં કરવામાં આવેલા હુમલા અને ત્યારબાદ પુનર્વસન કેન્દ્રની બેદરકારીને કારણે થયું હતું. તપાસ ચાલી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks