દલિત હત્યા : માત્ર એક અફવા કે લાકડીઓ ચલાવનારાટોળા સામે કાનૂની કાર્યવાહીનો અભાવ ?

રાયબરેલી પોલીસે અત્યાર સુધીમાં નવ આરોપીઓની ધરપકડ કરી છે અને ગુનામાં સંડોવાયેલા ૧૦-૧૫ અન્ય લોકોની ઓળખ કરી છ

(એજન્સી) તા.૨૫
‘ટોળાએ મારા પુત્રને માર માર્યો. આજે મારી સાથે જે થયું તે કાલે બીજા કોઈ સાથે થશે. મને ન્યાય જોઈએ છે.’ આટલું બોલતા બોલતા ગંગાદિન રડી પડ્યો. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં હરિઓમ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ૧ અને ૨ ઓક્ટોબરની રાત્રે ઊંચહાર વિસ્તારમાં બની હતી. રાયબરેલીના પોલીસ અધિક્ષક યશવીર સિંહે જણાવ્યું હતું કે, યમુનાપુર ગામમાં હરિઓમ વાલ્મીકિને શંકાસ્પદ ચોર સમજીને લાકડીઓ અને બેલ્ટથી માર મારવામાં આવ્યો હતો. આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હતો અને પોતે જે કહેવા માંગતો હતો તે સમજાવી શક્યો ન હતો, જેના કારણે સ્થાનિક લોકોએ મની લીધું કે તે ચોરી કરવા માટે ત્યાં આવ્યો હતો.-યશવીર સિંહ, એસપી : પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરી છે, જ્યારે ૧૦-૧૫ અન્ય લોકોની ઓળખ કરી છે. તે તેના સાસરિયાના ઘરે જઈ રહ્યો હતો અને તેનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો. મૃતક હરિઓમ ફતેહપુર જિલ્લાના તારાવતી કા પૂર્વાનો રહેવાસી હતો. પોલીસ નિવેદન મુજબ, તેનો મૃતદેહ ૨ ઓક્ટોબરના રોજ, ઈશ્વરદાસપુર હોલ્ટ નજીક રેલવે ટ્રેકથી લગભગ ૨૦ ફૂટ દૂર મળી આવ્યો હતો. તેના પિતા, ગંગાદિન (૮૫)એ મીડિયાને જણાવ્યું હતું કે, હરિઓમ ઊંચહાર એનટીપીસી ન્યૂ કોલોનીમાં તેના સાસરિયાના ઘરે જઈ રહ્યો હતો. તે સાંજે ઘરેથી નીકળ્યો હતો. ગંગાદિને રડતા રડતા કહ્યું કે, ‘મારા દીકરાને રસ્તા પર પકડવામાં આવ્યો અને ચોર હોવાનો આરોપ લગાવ્યા પછી તેની હત્યા કરવામાં આવી. હું જેમાંથી પસાર થઈ રહી છું તેનું વર્ણન કરી શકતો નથી,’.મૃતક હરિઓમની પત્ની પિંકીએ કહ્યું, ‘કેટલાક લોકોએ મને કહ્યું કે, તે (હરિઓમ) તેના ભાઈ સાથે એક સમુદાયના ભોજન સમારંભમાં ગયો હતો. તેના ભાઈએ તેને ત્યાં છોડી દીધો અને તે તેના સાસરિયાના ઘરે ગયો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે તે મારી પાસે આવી રહ્યો છે.’ મીડિયા સાથે વાત કરતા રાયબરેલીના એડિશનલ એસપી સંજીવ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, હરિઓમ ફતેહપુરથી ચાલીને જઈ રહ્યો હતો. મોડી રાત હોવાથી ગામલોકોએ તેના પર શંકા કરી તેને પકડી લીધો અને માર માર્યો.
‘ડ્રોન ચોર’ અફવા અને ટોળાનો રોષ : છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ડ્રોન જાસૂસી અને ચોરીની અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક જગ્યાએ હિંસાના બનાવો પણ નોંધાયા છે. મીડિયા સાથે વાત કરતા રાયબરેલીના એક સ્થાનિક પત્રકારે સમજાવ્યું કે ‘ડ્રોન ચોર’ અફવા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઉદ્ભવી હતી અને ધીમે-ધીમે રાયબરેલીમાં ફેલાઈ ગઈ. તેઓ કહે છે, ‘જિલ્લાના લગભગ દરેક ગામમાં ડ્રોન ચોરીની ચર્ચા હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts