નવી દિલ્હી, તા.૮
ભારતને પાકિસ્તાન વિરુદ્ધ મહત્વપૂર્ણ કુટનીતિક જીત મળી છે. થાઇલેન્ડની એક કોર્ટે આપેલાં નિર્ણયમાં દાઉદ ઇબ્રાહિમના નજીકના સૈયદ મુજાક્કિર મુદ્દસર હુસૈન ઉર્ફે મુન્ના ઝીંગરાને ભારતીય નાગરિક માન્યો છે અને તેને ભારત મોકલવાનો નિર્દેશ આપ્યો.
થાઇલેન્ડની ક્રિમિનલ કોર્ટ આ મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદની સુનવણી કરી રહી હતી. ઝીંગરા અંડર વર્લ્ડ ડોન દાઉદના નજીકના છોટા શકિલનો નજીકનો માણસ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન બંન્નેએ તેને પોતાનો નાગરિક ગણાવ્યો હતો. થાઇલેન્ડની કોર્ટમાં આ મામલે સુનવણી ૨૦૧૭થી ચાલી રહી હતી. ઝીંગરા છેલ્લા ૧૮ વર્ષથી બેંકોકની જેલમાં હતો. તેને ૨૦૦૨માં દાઉદના પ્રતિસ્પર્ધી રહેલા છોટા શકિલની હત્યાનો નિષ્ફળ પ્રયત્ન બાદ ધરપકડ કરવામાં આવી હતી. થાઇલેન્ડ પોલીસે તેની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ જપ્ત કર્યો હતો, જેના પર મોહમ્મદ સલીમ નામ લખ્યું હતું. આ આધાર પર તેની સજા પુરી થયા બાદ તેને પરત પાકિસ્તાન મોકલવામાં આવવાનો હતો પરંતું આ વચ્ચે ભારતે દાવો કર્યો કે, ઝીંગરા તેમનો નાગરિક છે. મુંબઇ પોલીસે ૨૦૧૬માં થાઇલેન્ડની કોર્ટમાં તેના પરીવારના સભ્યોના ડ્ઢદ્ગછ સેંપલ સોંપ્યા હતા.