અમરેલી તા.૫
અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ચાર દિવસ પહેલાં માતા-પુત્ર અને પુત્રીનું દાજી જવાથી મોતના બનાવમાં માતા સામે ૩૦૨ મુજનો ગુનો નોંધાયો છે. મળતી વિગતો અનુસાર જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે નવા વર્ષની સાંજે રેખાબેન પ્રવીણભાઈ મકવાણા નામની મહિલા તેમજ તેના ૮ માસનો પુત્ર રોનક તેમજ ૩ વર્ષની પુત્રી ઘરમાં આગ લાગવાથી દાજી જતાં ત્રણેયનાં મોત થયા હોવાનું જાહેર થયું હતું દરમિયાન પોલીસ તપાસમાં તેમજ પતિના નિવેદનમાં જાણવા મળેલ હતું કે, પ્રવીણભાઈ સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરતા હોઈ અને પત્ની રેખાબેનને તેની સાથે જવું હોઈ જે બાબતે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયેલ હતો અને ત્યારબાદ રેખાબેને પોતાના શરીરે કેરોસીન છાંટીમ તેમજ તેમના બે માસુમ બાળકો રોનક (ઉ.વ.૮) માસ તથા હિમાંશી (ઉ.વ.૩) ઉપર પણ કેરોસીન છાંટી આગ લગાવી દઈ પોતે મરી ગયેલ તેમજ તેમના બંને સંતાનોને જીવતા બાળી નાખતા મૃતક રેખાબેન સામે તેમના બે સંતાનોને મારી નાખવા બાબતે નાગેશ્રી પોલીસે ૩૦૨ મુજબનો ગુનો નોંધ્યો હતો. બનાવનું સાચું કારણ સામે આવતા મૃતક મહિલાએ આ પગલું ન ભરવું જોઈતું હતું. તેવી લોકમુખે ચર્ચા થઇ રહી હતી.