દાભેલ ચેકપોસ્ટ નજીક બારમાં ઘૂસી હુમલાખોરોએ કરેલ અંધાઘંૂધ ગોળીબારમાં બે જણાનાં મોત

(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૨
દમણની હદમાં આવેલ દાભેલ ચેકપોસ્ટથી માત્ર બે કિલોમીટર દૂર વિશાળ બારમાં ઘૂસી હુમલાખોરોએ આધુનિક ગન વડે ૧૫થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કર્યા જેમાં બે ઈસમનાં મોત થયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિવારની રાતે લગભગ ૧૦ વાગેની આસપાસ અજય ઉર્ફ મંજરો અને ધીરજ પટેલ ઉર્ફે દિરું બંને રહેવાસી ભીમપુરનાઓ ૧ એપ્રિલની રાત્રે લગભગ ૧૦ વાગે વાપી બાજુ કોઈ કામથી ગયા હતા અને કામ પતાવી વાપીથી દમણ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે એમની ઇનોવા કારનો પીછો એક સફેદ રંગની સકોરપીયો કાર કરી રહી હતી. જે બાદ વિશાલ બાર પાસે ઇનોવા કારને હુમલાખોરોએ સકોરપીયો કાર ઓવરટેક કરી રોકી દિધી અને રિવર્સ લઇ અજય મંજરાની ઇનોવા કારમાં ઠોકી દિધી, ત્યારે અજય મંજરો અને દિરાજ પટેલ પોતાના બચાવ માટે ગાડી રોડ પર મૂકી વિશાલ બારમાં ઘૂસી ગયા જેથી હુમલાખોરો પણ વિશાલ બારમાં ઘુસી અજય મંજરો અને દિરાજ પટેલ ઉપર આધુનિક ગનથી ૧૫થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખ્યો અને પોતાના સફેદ રંગની સકોરપીયોમાં બેસી ત્યાથી ફરાર થઈ ગયા હતા. જે બાદ અજય ઉર્ફે મંજરો દિરાજ પટેલ ઉર્ફે દિરુંની ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ દમણ પોલીસનો કાફલો અને દમણના ડીઆઈજી બી.કે. સિંગ ઘટનાસ્થળે દોડી આવ્યો અને લાશને કબજે લઈ મારવાડ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા મોકલી હતી. વિશાલ બારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. કંપનીઓમાંથી ભંગારનો વ્યાપાર કરતો અજય મંજરો ઉપર દમણના ભીમપુર ખાતે અગાઓ પણ ફાયરિંગ થઈ હતી. જેમાં અજય મંજરાનો બચાવ થયો હતો. એમાં દમણ પોલીસે હત્યા કરવાનો પ્રયાસ ૩૦૭નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પણ દમણ પોલીસને કોઈ સગડ મળ્યા ન હતા. અજય મંજરો પોતે હત્યાના ગુનામાં જેલમાં હતો. થોડાક દિવસો પહેલાં જેલમાંથી નિર્દોષ છૂટ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તાપસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts