‘દિલ્હી પોલીસ વિવાદના છાંયડામાં’વિનેશ ફોગાટનો દાવો, બ્રિજભૂષણ વિરુદ્ધ જુબાની આપનાર પહેલવાનોની સુરક્ષા હટાવાઈ

નવી દિલ્હી, તા.૨૩
પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે ગુરૂવારે એક્સ પર પોસ્ટ લખી આરોપ લગાવ્યો કે, દિલ્હી પોલીસે તે મહિલા પહેલવાનોની સુરક્ષા પરત ખેંચી લીધી છે. જે જાતીય શોષણના મામલામાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ જુબાની આપવાની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક જેવી પોસ્ટમાં ફોગાટ અને મલિકે ફરિયાદીની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ફોગાટ, મલિક અને સાથી પહેલવાન બજરંગ પુનિયાએ ગત વર્ષે દિલ્હીમાં સિંહ વિરુદ્ધ એક હાઇ પ્રોફાઇલ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. સિંહ ભાજપના એક ટોચના નેતા છે. જેમના પર સગીરા સહિત અનેક મહિલા પહેલવાનોના જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સિંહે સતત આરોપોને ફગાવી દીધા છે. પહેલવાનોએ એક્સ પર દિલ્હી પોલીસ, દિલ્હી મહિલા આયોગ (DCW) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ને ટેગ કરતા લખ્યું કે, દિલ્હી પોલીસે તે મહિલા પહેલવાનોની સુરક્ષા પરત ખેંચી લીધી છે જે બ્રિજભૂષણ વિરુદ્ધ જુબાની આપશે. જવાબમાં દિલ્હી પોલીસે દાવાનું ખંડન કરતા કહ્યું કે, સુરક્ષા પરત લેવાનો કોઈ આદેશ નથી. જો સુરક્ષા કર્મીના પહોંચવામાં કોઈ વિલંબ થયો છે તો તેની તપાસ કરાઈ રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, પહેલવાનોના મુખ્ય રૂપથી હરિયાણામાં રહેવાના કારણે હરિયાણા પોલીસે સુરક્ષાની જવાબદારી લેવાનો અનુરોધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસે ફોગાટની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પહેલવાનોને અપાયેલી સુરક્ષા પરત લેવાઈ નથી. ભવિષ્યમાં હરિયાણા પોલીસને જવાબદારી લેવાનો અનુરોધ કરવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે, સુરક્ષા પ્રાપ્ત કરનાર વ્યક્તિ સામાન્ય રીતે ત્યાં જ રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks