દીપિકા પટેલ નવા ઉપપ્રમુખ બાલાશિનોર ન.પા.માં પ્રમુખપદે ભાજપના ભૂપેન્દ્ર ચૌહાણ બિનહરીફ ચૂંટાયા

 

(સંવાદદાતા દ્વારા)
બાલાશિનોર, તા.૧
બાલાસિનોર નગરપાલિકામાં ભુપેન્દ્ર ચૌહાણ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા. તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે ભાજપના દીપકા પટેલ અને કોંગ્રેસના રિયાજ શેખ દાવેદારી નોંધાવી હતી. જેમાં ઉપપ્રમુખમાં ભાજપના દીપિકા પટેલ ને ૧૯ મતની બહુમતી મળી હતી. નગરપાલિકામાં એક પુરુષ અને એક મહિલાનું લેવલ જાળવી રાખ્યું હતું. જ્યારે નગરપાલિકાના યુવા પ્રમુખ ભુપેન્દ્ર ચૌહાણ દ્વારા સ્વચ્છતા બાબતે ધ્યાન આપીશ તેવું જણાવ્યું હતું. ત્યારે નગરપાલિકા ઉપપ્રમુખ દિપીકાબેન પટેલ દ્વારા મહિલા ના કામો ને પહેલું પ્રાધાન્ય આપીશ તેવું જણાવ્યું હતું. જેને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યું હતું. ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉજવણી કરાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks