દીવના વણાંકબારામાં પાંચ હજાર માછીમારોએ હલ્લાબોલ કર્યું

ઉના, તા.૧૪
દીવના વણાંકબારા જેટી પર અન્ય રાજયોના ૫ હજાર માછીમારોને માદરે વતન જવાની પરવાનગી આપવા અને વ્યવસ્થાની માંગ કરી હલ્લાબોલ કરી લોકડાઉનનું ખુલ્લે આમ ઉલંઘન કર્યું હતું. સંઘ પ્રદેશ દીવના અરબી સમુદ્રમાંથી ૧૨૦૦થી વધુ બોટોને પરત કિનારે બોલાવી લીધી હતી. તેમાં મજુરી કામે અન્ય રાજયોના અંદાજે પાંચ હજારથી વધુ માછીમારો લોકડાઉનનાં કારણે ફસાઈ ગયા હતા. અને માદરે વતન જવા સ્થાનિક પોલીસ પ્રશાસન ઘરે જવાની પરમિશન આપે અને બસની વ્યવસ્થા કરવાની માંગ કરી હલ્લાબોલ કર્યો હતો. હાલ આ માછીમારોને ખાવા પીવાની કોઈપણ તકલીફ ન પડે તે માટે દીવ એસ.પી. અને માછીમાર એસોશિએશનના પ્રમુખ દ્વારા સમજાવટ કર્યા બાદ માછીમારો શાંત પડયા અને પોત પોતાની બોટમાં પરત ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks