દુનિયાભરમાં ૧૪ લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત : ૮૩ હજારથી વધુનાં મોત

(એજન્સી) નવી દિલ્હી,તા.૮
વિશ્વભરમાં કોરોનાના ૧૪ લાખ ૪૫ હજાર ૨૪૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૮૩,૪૭૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ નવ હજાર ૩૫૮ લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યૂયોર્કમાં એક દિવસમાં ૭૩૧ લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યૂયોર્કમાં મૃત્યુદર ૫૪૮૯ થયો છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૨ હજાર ૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ખતરનાક સ્થિતિનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, હજુ ૪૮ હજાર લોકોની હાલત ગંભીર બનેલી છે. સ્પેનમાં ૧.૪૨ લાખ પોઝિટિવ કેસ અને ૧૪ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક લાખ ૩૫ હજાર ૫૮૬ પોઝિટિવ કેસ અને ૧૭૧૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. ફ્રાન્સમાં એક લાખ નવ હજાર પોઝિટિવ કેસ અને ૧૦૩૨૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસ એક લાખ સાત હજાર ૬૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક જેલમાં ૫૦ કેદીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એ બાદ ૫૨૫ કેદીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ લાહોરની કેમ્પ જેલમાં પણ ૨૦ કેદીઓના છે બાકીના કેસ અન્ય જેલમાં નોંધાયા છે. વિશ્વના તમામ દેશોમાં દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ વગેરે દેશોમાં મોતના આંકડાઓ ૧૦-૧પ હજારને પાર પહોંચી ગયા છે. અમેરિકા અને ફ્રાન્સમાં છેલ્લા ર૪ કલાકમાં ક્રમશઃ બે હજાર અને એક હજાર લોકોનાં મોત થયા છે. કેસોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. ભારતમાં પણ કોરોનાના કેસો પપ૦૦ને પાર પહોંચી ગયા છે. જેમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા પ૦૦૦ને પાર પહોંચી ગઈ છે. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. યુકેમાં ર૪ કલાકની અંદર ૭૮૬ લોકોનાં મોત નિપજ્યા છે. યુકેમાં મોતનો આંકડો છ હજારને પાર પહોંચી ગયો છે. વાયરસને કાબૂમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં સફળતા હાથ લાગી રહી નથી.

કોરોના રાઉન્ડઅપ

દેશ-દુનિયામાં કોરોના કેર…

વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૦૯
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૪,૫૦,૦૯૨
વિશ્વના કુલ દેશોમાં મોત ૮૩,૪૭૪
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૩,૦૯,૩૨૧
એક્ટિવ કેસોની સંખ્યા ૧૦,૫૭,૨૯૭
ભારતમાં કેસોની સંખ્યા ૫૬૬૬
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૪૯૯૩
ભારતમાં રિકવર લોકોની સંખ્યા ૫૦૨
ભારતમાં મોતની સંખ્યા ૧૭૧

કોરોનાથી વિશ્વમાં તબાહી

દેશ કુલ કેસ નવા કેસ મોતનો
આંકડો
અમેરિકા ૪૦૦૫૪૯ ૭૨૧૪ ૧૨૮૫૭
સ્પેન ૧૪૬૬૯૦ – ૧૪૫૫૫
ઇટાલી ૧૩૫૫૮૬ – ૧૭૧૨૭
ફ્રાન્સ ૧૦૯૦૬૯ – ૧૦૩૨૮
જર્મની ૧૦૭૬૬૩ +૧૬ ૨૦૧૬
ચીન ૮૧૮૦૨ +૬૨ ૩૩૩૩
ઈરાન ૬૨૫૮૯ – ૩૯૯૩
યુકે ૫૫૨૪૨ – ૬૧૫૯
તુર્કી ૩૪૧૦૯ – ૭૨૫
સ્વિસ ૨૨૨૫૩ – ૮૨૧
બેલ્જિયમ ૨૨૧૯૪ – ૨૦૩૫
નેધરલેન્ડ ૧૯૫૮૦ – ૨૧૦૧
દેશ કુલ કેસ નવા કેસ મોતનો
આંકડો
કેનેડા ૧૭૮૯૭ – ૩૮૧
બ્રાઝિલ ૧૪૦૪૯ +૧૫ ૬૮૮
ઓસ્ટ્રિયા ૧૨૬૩૯ – ૨૪૩
પોર્ટુગલ ૧૨૪૪૨ – ૩૪૫
દક્ષિણ કોરિયા ૧૦૩૩૪ +૫૩ ૨૦૦
ઇઝરાયેલ ૯૨૪૮ – ૬૫
સ્વિડન ૭૬૯૩ – ૫૯૧
રશિયા ૭૪૯૭ – ૫૮
નોર્વે ૬૦૮૬ – ૮૯
ઓસ્ટ્રેલિયા ૬૦૧૦ +૨૨ ૫૦
આયર્લેન્ડ ૫૭૦૯ – ૨૧૦
ભારત ૫૭૪૨ – ૧૭૪

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks