દુનિયા પરમાણુ યુદ્ધથી ફક્ત એક અકસ્માત જેટલી દૂર : પોપ

(એજન્સી) તા.૧૭
પોપ ફ્રાન્સિસે સોમવારે કહ્યું હતું કે દુનિયા પરમાણુ યુદ્ધના કિનારે જ ઊભી છે જે વાત જ મને ભયભીત કરી મૂકે છે.
ચીલી અને પેરૂ જતી વખતે પોપે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. એક દિવસ પહેલાં અમેરિકાના હવાઈમાં મિસાઈલ પડવાની અફવા ફેલાઈ હતી જેથી ખૂબ જ ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ યુદ્ધ બાબત શાબ્દિક યુદ્ધ કેટલાક સમયથી ચાલુ જ છે. એમને પૂછવામાં આવ્યું કે ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ અને મિસાઈલનો પરિક્ષણની ઘટનાઓથી એમને પરમાણુ યુદ્ધની શક્યતાઓ દેખાય છે, એના જવાબમાં એમણે કહ્યું મને લાગે છે કે અમે એની ખૂબ જ નજીક છીએ. પોપે પત્રકારોને કહ્યું ખરેખર હું ભયભીત છું. પરિસ્થિતિઓ બગાડવા માટે ફક્ત એક નાનુ સરખું અકસ્માત પણ યુદ્ધમાં પલટી શકે છે. ૮૧ વર્ષીય પોપ પરમાણુ શસ્ત્રોના જોખમ માટે કાયમ વાતચીત કરે છે. ગઈકાલે એમણે યુદ્ધની ગંભીરતા અને ભયાનકતા દર્શાવતો એક ફોટો પત્રકારોને બતાવ્યો હતો. આ ફોટામાં જાપાનનો એક યુવા પોતાના નાના ભાઈના મૃતદેહને પોતાની પીઠ ઉપર ઊંચકી લઈ જઈ રહ્યો છે. આ ફોટો ૧૯૪પના વર્ષનો છે જ્યારે જાપાનના નાગાસાકીમાં અમેરિકાએ પરમાણુ બોંબ ફેંક્યો હતો. ફ્રાન્સિસે આ ફોટાની પાછળ લખ્યું હતું “યુદ્ધના ફળો” પોપે કહ્યું કે હું આ ફોટાઓની ઘણી બધી નકલો કઢાવીશ અને સમગ્ર દુનિયામાં વહેંચીશ. આ ફોટો હજારો શબ્દોની સામે અભિવ્યક્ત કરે છે કે પરમાણુ યુદ્ધના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks