દુષ્યંત દવેનું ‘સિનિયર એડવોકેટ’ પદ પાછું ખેંચી લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ

 

વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ પ્રશાંત ભૂષણના
કેસમાં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા અને રાફેલ કેસ અંગે સ્ફોટક દલીલો કરી હતી

(એજન્સી) તા.૧૦
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેનું સિનિયર એડવોકેડનું પદ પાછું ખેંચી લેવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી ફાઇલ કરવામાં આવી હતી. દુષ્યતં દવેએ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ ઉપર જાતીય સતામણીનો જે આરોપ લાગ્યો હતો તે અંગે, અયોધ્યા કેસ અને રાફેલ વિમાનના કેસ અંગે અત્યંત વિસ્ફોટક દલીલો કરી હતી તે બદલ તેમનું સિનિયર એડવોકેટ પદ પાછુ ખેંચી લેવાની આ અરજીમાં દાદ માંગવામાં આવી હતી. દવેએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન એવા કેટલાંક રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા ચુકાદાઓ તરફ દોર્યું હતું જેમાં એવી લોકલાગણી ઊભી થઇ હતી કે ન્યાયતંત્રએ નિષ્પક્ષતા અને તટસ્થતા ગુમાવી દીધી છે. તેમણે એવી વિસ્ફોટક દલીલ કરી હતી કે અયોધ્યાના કેસમાં અને રાફેલ વિમાનના કેસમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ સરકાર તરફી ચુકાદો આપી બદલમાં ઇનામ તરીકે રાજ્યસભાનું સાંસદપદ અને ઝેડ પ્લસ કક્ષાની સિક્યુટિરિ સ્વિકારીને તેમણે ન્યાયતંત્ર વિશે લોકોમાં કેવી છાપ ઊભી કરી હતી. ન્યાયમૂર્તિ સર્વશ્રી અરૂણ મિશ્રા, બીઆર ગવઇ અને ક્રિશ્ના મુરારીની બનેલી બેન્ચને દવેએ કહ્યું હતું તમને રાજ્યસભાનું સાંસદપદ અને ઝેડ પ્લસ સિક્યુરિટિ મળી ગઇ તેનાથી કેવી છાપ ઊભી થઇ ? રાફેલ ચુકાદો, અયોધ્યા ચુકાદો, સીબીઆઇ ચુકાદો. તમે આ કેસના ચુકાદા આપ્યા જેના બદલમાં તમને આ સુવિધા મળી. આ તમામ અત્યંત મહત્વના કેસ હતા જે ન્યાયતંત્રના હાર્દ ઉપર સીધો હુમલો કરે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અને ખ્યાતનામ એડવોકેટ પ્રશાંત ભૂષણ સામે કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીના કેસની તમામ દલીલો પૂરી થઇ ગઇ હતી અને કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો પરંતુ હવે નજીકના દિવસોમાં જ કોર્ટ તેનો વચગાળાનો ચુકાદો જાહેર કરે એવી શક્યતા હતી તે સમય દરમ્યાન જ દુષ્યંત દવેનું સિનિયર એડવોકેટ પદ પાછું ખેંચી લેવાની દાદ માંગતી અરજી કરવામાં આવી છે જે ઘણુ સૂચક છે. યાદ રહે કે પ્રશાંત ભૂષણે વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ બીએસ બોબડેની પરોક્ષ આલોચના કરતી એક ટિ્‌વટ કરી હતી અને સુપ્રીમ કોર્ટની કાર્યપદ્ધતિ વિશે ટીકા કરતી વધુ એક ટિ્‌વટ કરી હતી જે બદલ તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks