દેવબંદમાં પોસ્ટરો દ્વારા ઈસ્લામિક સંસ્થાઓમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભારત છોડી ચાલ્યા જવાની ધમકી

(એજન્સી) સહારનપુર, તા.૧૪
સોમવારે સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઉશ્કેરણીજનક પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં ઈસ્લામિક સંસ્થાઓમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે ધમકી લખવામાં આવી હતી કે તેઓ વહેલી તકે ભારત છોડી ચાલ્યા જાય. આ ઘટનાની એક કલાક પછી સહારનપુરના પોલીસ સુપ્રિટેન્ડન્ટ બબલુ કુમારે કહ્યું હતું કે, આ વિશે તપાસ શરૂ કરવામાં આવી છે અને આના માટે જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવશે.
આ પોસ્ટરોને દીવાલો અને મસ્જિદો પર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં લખ્યું હતું કે, જો બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ એક મહિનામાં ભારત છોડીને ચાલ્યા નહીં જાય તો તેઓને ભયાનક પરિણામોનો સામનો કરવો પડશે. આ પોસ્ટરોમાં દારૂ ઉલૂમ દેવબંદ અને બીજી ઈસ્લામિક સંસ્થાઓમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ આપવામાં આવ્યા હતા.
દેવબંદમાં વિશ્વ પ્રસિદ્ધ દારૂલ ઉલૂમ આવેલું છે અને આ ઘટના એ સમયે સામને આવી છે જ્યારે દારૂલ ઉલૂમ દેવબંદના ઉપકુલપતિ અબુલ કાસીમ નૌમાની ૧૦ દિવસની બાંગ્લાદેશ યાત્રાએ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks