દેશના અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓ-સંસ્થાઓ સાથે એમઓયુ કરાયા

પાટણ, તા.૭
પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ જિલ્લાની ૩પ૦ જેટલી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશના અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે શિક્ષણનું આદાન-પ્રદાન કરી શકે તે માટે આજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં બિકાનેર યુનિવર્સિટી રાજસ્થાન, કે.જે. સોમૈયા ઈન્સ્ટિટ્યૂટ મુંબઈ, ઈસરો અમદાવાદ અને રાજ્યના વનવિભાગ સાથે વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા વિષયો ઉપર કરાર કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી.એ. પ્રજાપતિ અને આ ચાર સંસ્થાઓના વડાઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ કરારથી ઈસરો દ્વારા આગામી દિવસોમાં ઉ.ગુ. યુનિવર્સિટીના કેમ્પસમાં સ્પેસ રીસીવર સેન્ટર ઊભા કરશે. જેનાથી સાયન્સ, ગણિત, ફિઝિક્સ વિષયના વિદ્યાર્થીઓે રોજગારીની તકો સાથે માર્ગદર્શન મેળવી શકશે. બિકાનેર યુનિવર્સિટી સાથેના કરારથી અહીંના વિદ્યાર્થીઓને રણના અભ્યાસ માટેની ઉત્તમ તક મળશે. જ્યારે મુંબઈની સંસ્થા સાથેના કરારથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને દરિયાઈ અભ્યાસ કરવાની તક મળશે.
આ પ્રસંગે રાજસ્થાનની બિકાનેર યુનિવર્સિટીના વડા પ્રભુચરણ, મુંબઈની ઈન્સ્ટિટ્યૂટના ડૉ. વિક્રાંત દેશમુખ, ગુજરાત સરકારના વનવિભાગના મીસ આરાધના શાહ સહિત યુનિવર્સિટીના અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks