દ.ગુ.માં ઝરમર-ઝરમર વરસાદ ઉમરગામમાં વધુ બે ઈંચ વરસાદ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સતત તીજા દિવસે વાદળછાયુ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો. વલસાડ અને નવસારી જિલ્લામાં ઝરમર વરસાદ બાદ સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનો વિરામ નો્‌ધાયો હતો. ઉમરગામ તાલુકામાં સતત ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યાં છે. ગતરોજ પાંચ ઈંચ બાદ આજે સવારે વધુ બે ઇંચ વરસાદ નોંધાયો.
સુરત જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન બારડોલીમાં ૧૪મીમી અને ઓલપાડમાં ૫મીમી જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. તે શિવાય અન્ય તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી.
તાપી જિલ્લો અને ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન વરસાદ નોંધાયો નથી.
નવસારી જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન નવસારીમાં ૧૫મીમી, જલાલપોરમાં ૭મીમી, ગણદેવીમાં ૨મીમી અને ખેરગામમાં ૩મીમી વરસાદ થયો.
આજે સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધી નવસારીમાં વધુ ૧૪મીમી, જલાલપોરમાં ૨૩મીમી, ગણદેવીમાં ૭મીમી, ચીખલીમાં ૨મીમી અને ખેરગામમાં ૧મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન વલસાડમાં ૧૦મીમી, પારડીમાં ૨મીમી, વાપીમાં ૧૨મીમી, ઉમરગામમાં સૌથી વધુ ૧૨૦મીમી, ધરમપુરમાં ૪મીમી અને કપરાડામાં ૧૩મીમી જેટલો વરસાદ ઝીંકાયો છે. આજે સવારે ૬ થી બપોરે ૧૨ સુધી વલસાડમાં ૧૪મીમી, પારડીમાં ૧૮મીમી, વાપીમાં ૨૧મીમી, ઉમરગામમાં ૪૧મીમી અને કપરાડામાં ૪મીમી વરસાદ નોંધાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks