ધડાકાની જાહેરાત બાદ રાજનાથનું સૂરસૂરિયું : પી.ચિદમ્બરમ

આ ઘોષણાનો મતલબ એમ છે કે આપણે આગામી બેથી ચાર વર્ષમાં માત્ર તે જ ઉપકરણોનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરીશું જેની પર આપણે પ્રતિબંધ મૂકયો છે, આ એક શબ્દજાળ છે : કોંગ્રેસના નેતા ચિદમ્બરમ

(એજન્સી)              નવી દિલ્હી, તા.૯

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ૧૦૧ સુુરક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધની ઘોષણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, આ જાહેરાત સૂરસૂરિયાં જેવી છે. સુરક્ષા પ્રધાને રવિવારે સવારે ધડાકો કરવાનું વચન આપ્યું હતું પણ ગાજ્યા મેઘ વરસી ન શકયા. ચિદમ્બરે જણાવ્યું હતું કે, ભારતમાં રક્ષા ઉપકરણોનું એકમાત્ર આયાતકાર સુરક્ષા મંત્રાલય છે. કોઈપણ આયાત પર રોક હકીકતમાં પોતાની પર રોક છે. રાજનાથે રવિવારે જે જાહેરાત કરી તે એક માત્ર કાર્યાલયી આદેશ છે. આયાત પર રોક એ એક માત્ર શબ્દજાળ છે. તેનો મતલબ એમ છે કે આપણે આગામી બેથી ચાર વર્ષમાં માત્ર તે જ ઉપકરણોનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરીશું જેની પર આપણે પ્રતિબંધ મૂકયો છે.

આ અગાઉ  દેશના સંરક્ષણ બજારને મજબૂત બનાવવાનો હેતુ સાથે સ્થાનિક બજારમાંથી રક્ષા સાધનોની ખરીદી માટે રૂ.૫૨૦૦૦ કરોડની ફાળવણી કરાઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સવારે ૧૦૧ સંરક્ષણ વસ્તુઓ પર પ્રતિબંઘ મૂકવાની ઘોષણા કરી હતી. જેમાં આર્ટિલરી ગન, અસોલ્ટ રાઈફલ, ટ્રાન્સપોર્ટ એરક્રાફટ, એલસીએચએસ, રડાર સહિતના હાઈટેકનીક શસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સિંહે જણાવ્યું હતું કે સમીક્ષા બાદ સમય સમય પર આ પ્રતિબંધનું વિસ્તરણ કરવામાં આવશે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks