ધર્મપરિવર્તન કરનાર મુસ્લિમો સાથે વાત કરવાનો પ્રયાસ કરનાર પત્રકારોને હિન્દુ સંહિતાના કાર્યકરોએ માર માર્યો

(એજન્સી) કોલકાતા, તા.૧૪
મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કોલકાતા ખાતે હિન્દુ સંહિતા દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં હિન્દુ ધર્મ અંગીકાર કરનારા મુસ્લિમ સમુદાયના ૧૪ સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહેલા પત્રકારોને હિન્દુ કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કટ્ટરવાદી સંગઠિત હિન્દુ સંહિતાના સ્થાપક તપન ઘોષની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એક સમાચાર સંસ્થાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ હુમલાની આકરી ટીકા કરી હતી. મમતાએ દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવાનું જણાવ્યું હતું. જોગાનુજોગ ધર્મપરિવર્તનનો આ કાર્યક્રમ ‘‘વેલેન્ટાઈન ડે’’એ યોજાયો હતો. આ દિવસ પ્રેમના બદલે હિન્દુ સંગઠનોની ગુંડાગર્દીના કારણે વધુ પ્રખ્યાત બન્યો છે. આ દિવસે હિન્દુ સંગઠનો દ્વારા દેશભરમાં દેખાવો યોજવામાં આવ્યા હતા અને યુગલોની કનડગત કરવામાં આવી હતી.પોલીસે દેશભરમાંથી અમુક કટ્ટરવાદી કાર્યકરોની અટકાયત કરી હતી. હિન્દુ સંગઠનો દ્વારા બગીચાઓ અને મોલ્સમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અટકાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks