ધર્મ અને માનવતાનો પ્રચાર લોકોના લાભ માટે

ર૧મી સદીના આધુનિક યુગમાં ભૂલાતા જતાં ધાર્મિક અને માનવીય અભિગમ વચ્ચે રાયખડ ખાનજાન દરવાજા પાસેના ચર્ચ પર લગાવેલ બોધવચનો ધાર્મિક સ્થળનો સદ્‌ઉપયોગ કેમ કરવો તેની શીખ આપે છે. અગાઉ પણ “ગુજરાત ટુડે”એ તા.૨૨-૧૦-૨૦૨૩ રોજ વિક્ટોરિયા (લોકમાન્ય તિલક) ગાર્ડન પાસે આવેલ ગિરજાઘર ચર્ચ ઉપર એલ.ઈ.ડી દ્વારા ત્યાંથી પસાર થતા અસંખ્ય લોકોને ઈસુ ખ્રિસ્તનો સંદેશો પહોંચે તે પ્રસિદ્ધ કર્યું હતું.

તો શું આ જ વ્યવસ્થા તમામ મસ્જિદો અને ધાર્મિક સંસ્થાનો ઉપર કેમ લાગુ ન કરી શકાય ? “ગુજરાત ટુડે” સમાજ માટે અને સમાજનું અખબાર છે અને તેના માધ્યમથી દરરોજ એક હદીસ બોધ તો પાના નં.૭ ઉપર પ્રકાશિત કરવામાં આવે છે.

જે અંગે મુસ્લિમ ઉપરાંત અન્ય ધર્મનાં લોકો ફોન કરી અભિનંદન આપે છે. તો શું કુર્આન અને હદીસનો બોધ આપવા તમામ શહેર અને ગામડાઓમાં ધાર્મિક સંસ્થાનો પર બોર્ડ કે એલ.ઈ.ડી. ત્યાંના વ્યવસ્થાપક કે વહીવટ કરનારા ના લગાડી શકે ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts