ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને બે ગાય મોતને ભેટી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
સુરત જિલલામાં આવેલા ઉમરપાડા તાલુકામાં ગત ૨૪ કલાકમાં મુશળધાર વરસાદ ખાંબકતા નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ ઉપરાંત નદીના વહેણમાં બે ગાય તણાઇને મૃત્યુ પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા તાલુકા ખાતે આજે સવારે ૬ વાગ્યે વીતેલા ચોવીસ કવાક દરમિયાન ૩૧૬ મીમી એટલે કે, સાડા બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે તાલુકાના મુખ્ય મથક ઉમરપાડા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઇ ગયુ હતું. નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા, જેને પગલે સમગ્ર તાલુકામાં જનજીવન ઠપ થઇ જવા પામ્યું હતું. આ ઉપરાંત તાલુકાની કેવડીનદી બે કાઠે વહેવા પામી હતી. પાણીના ધસમસતાં વહેણને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન કેવડી સારડા પુલ પર પણ પાણી ફરી વળ્યા હતા, જેમાં બે ગાયોના મૃત્યુ થયા વોહાનું સરકારી સૂત્રો પાસેથે જાણવા મળેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks