(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૬
ગુજરાત વિધાનસભામાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારામારી અને જપાજપીની ઘટના બની હતી. પ્રજાના પશ્નને રજૂ કરતા લોક પ્રતિનિધિઓ ગૃહમાં ગંદી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વિરોધ પક્ષના ધારાસભ્યને એક તરફી સત્તાના જોરે દબાવી લાંબા સમય સુધી ગૃહ બહાર રાખી પ્રજાના પશ્નોના સાચા સવાલોના જવાબ આપવાની તાકાત ન ધરાવતા સત્તાધારી શાસકો લોક પ્રતિનિધિને દબાવી દેવા સસ્પેન્ડ કરે છે તે લોકશાહી માટે શરમજનક બાબત ગણાવી ચોક્કસ જ્ઞાતિના ધારાસભ્યને ટારગેટ બનાવી રાજુલા મત વિસ્તારના ધારાસભ્ય તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાંત અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માંડમ સાથે બનેલી ઘટનાને આહીર સમાજ અને અન્ય સમાજે વખોડી કાઢી બન્ને ધારાસભ્યના ત્રણ વર્ષના સસ્પેન્ડ ઓર્ડર પાછા ખેંચવા માગણી કરી ઉના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યો છે.
Facebook
0
Twitter
0